બે શખ્સો દ્વારા કુતરા પાસે બદલો લેવાની ભાવના રાખતા, કુતરા ને લોખંડ ના પાઇપ વડે મારી મારી ને મોત ને ઘાટ ઉતારી દીધો.
ગુજરાત મા પ્રાણીઓ નો ત્રાસ દિવસે ને દિવસે ખુબ જ વધતો જાય છે. ગુજરાત માં કુતરાઓ, ખુંટીયાઓ, ગાયો વગેરે જેવા પ્રાણીઓ રસ્તા પર ખુબ જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. ક્યારેક આવા પ્રાણીઓ કોઈ ગાડી ની અડફેટે આવી જતા લોકો ને મોટા પ્રમાણમાં ઈજાઓ થવા પામે છે. અને ક્યારેક તો લોકો ને હોસ્પિટલે ખસેડવાનો વારો પણ આવે છે. ક્યારેક પ્રાણીઓ નો ત્રાસ એટલો બધો વધી જાય છે કે, લોકો પ્રાણીઓ ની બેરહેમીપૂર્વક હત્યા કરી નાખતા હોય છે.
રાજકોટ ના જેતપુર થી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓ એ બેરહેમીપૂર્વક કુતરા ને મારી મારી ને કૂતરાનું મૃત્યુ નિપજાવી દીધું હતું. આ યુવાનો એ જે કૂતરાનું મોત નિપજાવ્યું છે તે ઘટના આખી સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી છે. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે, બાવુક ચારોલ અને નાજા વાઘેલા દ્વારા જેતપુર ના સારણ નદીના પુલ પાસે નાયરા પેટ્રોલ પમ્પ પાસે એક કૂતરું સૂતું હતું.
આ દરમિયાન બને લોકો એ લોખંડ નો પાઇપ લઈને આવ્યા અને કૂતરાને મારવા જ લાગ્યા. આ લોકો ને કૂતરાને એવો માર્યો કે કુતરા એ ત્યાં જ દમ તોડી નાખ્યો. આ બાબત ની જાણ જીવદયા પ્રેમી લોકો ને થતા તે લોકો રોષે ભરાયા અને બન્ને આરોપી ને પકડવાની માંગ કરતા બન્ને આરોપી ને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ અંગે હત્યારાઓ સામે કડક પગલાં ની માંગ કરી હતી. આ અંગે આરોપી ની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ કૂતરાએ 1-જૂન ના રોજ 3-4 લોકો ને બચકું ભર્યું હતું. અને આ અંગે તે બન્ને શખ્સો રોષે ભરાય ને કૂતરાની હત્યા નિપજાવી હતી. આ ઘટના બાદ લોકો માં ભારે રોષ ની લાગણી ફેલાય હતી. લોકો એ આરોપી ને તીવ્ર સજા આપવા ની માંગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!