Entertainment

બિલાડી એ અરીસામાં તેના કાન જોઈને કર્યું એવું કે વિડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો…. જૂવો વિડીયો

Spread the love

ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર જાનવરો ના વિડીયો એવા પણ સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇ તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે. તો ઘણીવાર કુતરા , બિલાડા કે ઘોડા જેવા પાલતુ પ્રાણીના વિડીયો પણ સામે આવતા હોય છે .

જેમાં તેમની હરકતો જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. આમ તો બિલાડીના અવનવા વીડીયો સામે આવતા હોય છે જેમાં ઘણીવાર બિલાડીઓને અવનવી વસ્તુઓને શોધીને ચકિત થઈ જતી હોય છે જેમાં મુખ્ય  તો તેના શરીરના અંગો જ શામિલ હોય છે. જી હા  તમને પણ જાણીને હેરાની થશે પરંતુ બિલાડીઓનો વ્યવહાર બહુ જ અજીબ ગજીબ જોવા મળી જાય છે. જોકે જોવામાં તો આ બહુ જ ફની જ હોય છે, ત્યારે હાલમાં જ બિલાડીના બચ્ચા નો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાને કાચની અંદર જોઈને એવું હેરાન રહી જાય છે કે વાત જ ના પૂછો.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં બેડ પર એક બિલાડી જોવા મળી રહી છે. પછી બિલાડી બેડની બીજી બાજુ રાખેલ અરિસાની સામે ચાલતી જાય છે. અને સૌથી પહેલા અરિસામાં પોતાના કાન ને જુએ છે, અને ત્યાર બાદ તરત જ જલ્દી બિલાડી પોતાના સંપૂર્ણ લૂકને જોવા માટે અરિસાની સામે ઊભી રહી જાય છે. તે સમયે તે સંપૂર રીતે ભ્રમિત  થઈ જાય છે અને પોતાના પંજાથી પોતાના કાન ને ખંજવાળવાનું શરૂ કરી દેય છે.

જાણે તે એ જાણવાનો પ્રયત્ન  કરી રહી હોય કે શું તેના કાન હમેશથી તેના માથા ની ઉપર જ હતા. હાલમાં તો આ વિડીયો ના બિલાડીના હાવભાવ જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. આ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેના ક્પેશન માં લખ્યું છે કે બિલાડીએ અરિસામાં પોતાના કાનને શોધ્યા. હાલમાં તો આ વિડીયો મોટા ભાગે વાઇરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ યુજર્સ પ્રતિકિયા આપીને કહી રહ્યા છે કે હાહાહા બહુ જ પ્યારી બિલાડી , મને જલ્દીથી એક બિલાડી જોઈએ. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે બહુ જ પ્યારું. હાલમાં તો આ વિડીયો લોકોનું સારું એવું મનોરંજન કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *