Entertainment

પિતાની નાની એવી વાત ને લઈ ને ખોટુ લગાવી દિકરી એ મોટા ધોધ મા છલાગ લગાવી દીધી ! વિડીઓ જોઈ ને ધૃજી જશો….જુઓ વિડીઓ

Spread the love

સોશિયલ મીડિયા ની દુનિયામાં અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે જેમાં ઘણા વિડીયો એવા જોવા મલી જતાં હોય છે કે જે જોઈને લોકો ધરુજી જતાં હોય છે ત્યારે છતીસગઢ ના મિનિ નિયાગ્રા તરીકે ઓળખાતા ચિત્રકોટ વાયરફોર્લ ની પાસે એક ચોંકાવી દેતી ઘટના બની છે. જ્યાં એક યુવતી એ કૂદી ને પોતાની જાન આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ તેને સમય રહેતા બચાવી લેવામાં આવી હતી.

આ ઘટના પાછળ નું જે કારણ સામે આવ્યું છે તે દરેક લોકોને દંગ કરી રહી છે. અતિરિક પોલીસ અધિક્ષક નવોદિતા પાલ એ જણાવ્યુ કે 21 વર્ષ ની યુવતી કે જેનું નામ સરસ્વતી મૌર્યા છે. તે પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ માં પસાર કરતી હતી.તેની આ આદત ના કારણે એના પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા. તે આ કારણથી સરસ્વતી ને તેના પિતા ખીજતા પણ હતા. જેનાથી નારાજ થઈને સરસ્વતી ચિત્રકોટ વોટરફોર્લ પહોચી ગઈ હતી.

પોલીસ એ જણાવ્યુ કે વોટરફોર્લ જોવા ગયેલ લોકોને જ્યારે આ અનુભવ થયો કે તે આત્મહત્યા કરવા જય રહી છે તો તેઓએ તેને રોકવા માટે બહુ જ પ્ર્યતન કર્યા હતા. પરંતુ સરસ્વતી એ કોઈનું સાંભળ્યુ નહીં. અને ફોર્લ માં છલાંગ લગાવી દીધી હતી. જોકે તેને તરત જ પોતાની ભૂલ નો અનુભવ થઈ ગયો હતો. આથી તે પોતાને ડૂબતાં બચાવવા માટે તરી ને બહાર આવાનો પ્ર્યતન કરવા લાગી હતી.

ચિત્રકોટ ચૌકી ના પ્રભારી તામેસ્વર ચૌહાણ એ આજતક ને જણાવ્યુ કે વોટરફોર્લ ની પાસે સુરક્ષા માટે ઊભા રહેલ ગામના લોકો હોડી લઈને સરસ્વતી ની પાસે પહોચ્યા હતા અને તેને બચાવી લીધી હતી. પોલીસ ના અનુસાર સરસ્વતી મૌર્ય ચિત્રકોટ ગામની રહેવાસી છે. જાણકારી મળ્યા અનુસાર વરસાદ ના કારણે ઇંદ્રાવતી નદી નું જલસ્તર  બહુ જ વધી જાય છે, જ્યાં ચિત્રકોટ ના વોટરફોર્લ માં પણ બહુ જ પાણી જોવા મલી આવે છે જેની ઊંચાઈ 90 ફૂટ ની છે. હાલમાં તો આ છોકરી નો વિડીયો જોઈને લોકો ધ્રુજી ગ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *