India

ઉત્તરાખંડ ના રાંચી માં જુમ્મા ની નમાજ બાદ થયેલા ઉપદ્રવ માં નિર્દોષ મુદ્દસીર ના મોત બાબતે પિતા એ એવા આરોપો લગાવ્યા કે…

Spread the love

ઉત્તરાખંડ ના રાંચી માં મેન રોડ પર શુક્રવારે જુમા ની નમાજ બાદ કેટલાક ઉપદ્રવીઓ એ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ માં માર્યા ગયેલ એક તિવારી સ્ટ્રીટ રાઈન મુહ્લ્લા માં રહેતા 15 વર્ષ ના મુદ્દસીર ના પિતા પરવેજ ને ડેલી માર્કેટ ના થાણા માં આવેદન આપી ને તેના પુત્ર ના હત્યારાઓ પર આરોપ લગાવીને કેટલાક લોકો પર એફ.આય.આર કરવામાં આવેલી છે.

સાથોસાથ તેના પિતા એ અમુક પોલીસ કર્મી અને અન્ય કેટલાક લોકો પર ફરિયાદ કરી ને ન્યાય ની માંગ કરી છે. વધુમાં આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, પિતા એ આ મામલે ફરિયાદ માં કહ્યું કે 10-6-2022 ના રોજ બપોરે તે તેના પુત્ર સાથે પોતાનો થેલો લગાવી ને ફળો વેચી રહ્યો હતો. આ સમયે મુસ્લિમ સમુદાય ના કેટલાક લોકો ઉર્દુ લાયબ્રેરી બાજુ થી હનુમાન મંદિર ના તરફ નારેબાજી કરતા આવી રહ્યા હતા.

જયારે આ મુસ્લિમ સમુદાય ના લોકો તેની નજીક થી પસાર થતા હતા ત્યારે, તેનો પુત્ર તેમાં જોડાય ગયો હતો. આ સમયે હનુમાન જી મંદિર ની અગાશી પર થી ભેરોસિંહ, શશી શરદ કરણ, સોનુ સિંહ અને અન્ય લોકો એ ગોળીઓ ચલવવાની શરુ કરી દીધી અને પથ્થરો પણ ફેંકવા લાગ્યા. આ સમયે મુસ્લિમ સમુદાય પણ પથ્થર ફેંકી રહ્યો હતો.

આનાથી ત્યાં ખુબ જ ભાગદોડ થવા લાગી અને અફરાતરફી થવા લાગી. પિતા ના કહેવા મુજબ, આ સમયે ત્યાં ની પોલીસે પિસ્તોલ માંથી ફાયરિંગ કરીને મુસ્લિમ સમુદાય ને ટાર્ગેટ કર્યા હતા. અને બીજી તરફ મંદિર પર થી થતા ફાયરિંગ ને કારણે તેના પુત્ર ને એક ગોળી વાગી ગઈ. અને તાત્કાલિક તેના પુત્ર ને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેનું મૃત્યુ થયું હતું. તેને કહ્યું કે આ બાબતે ન્યાય ની માંગ સાથે ફરિયાદ કરી છે. અને કહે છે કે, પોતે ફળો વેચી વેચી ને ગુજરાન ચલાવે છે. આમ તેનો નિર્દોષ પુત્ર ભોગ બન્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *