નિર્દયી ભાઈ એ તેની બહેન પર ચાકુ ના ધડાધડ 11 ઘા ઝીકી દીધા, ત્યારબાદ માતા પર હુમલો કર્યો. કારણ જાણતા ચોકી ઉઠશો.

હાલ વડોદરા થી એક હચમચાવી દે એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 22 વર્ષ ના યુવાને તેની માતા અને તેની બહેન ને ચાકુ ના ઘા મારી ને ઇજા પહોંચાડી હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા ના ખટમબા માં આવેલા ક્રિષ્ના દર્શન વીલા માં રહેતા 48 વર્ષ ના શૈની એલેક્સ અબ્રાહમ મલઈક ને એક 22 વર્ષ નો પુત્ર છે. અને તેનાથી નાની પુત્રી છે. જેની ઉમર 21 વર્ષ છે.

જાણવા મળ્યું કે, તેનો પુત્ર ખાનગી યુનિવર્સીટી માં ફોરેન્સિક નો અભ્યાસ કરે છે. અને તેની પુત્રી બી. ફાર્મ ના બીજા વર્ષ માં છે. પુત્ર 18 જૂને સાંજે ઘરે આવ્યો ત્યારે નાણાંકીય આર્થિક સંકડામણ આવીને માતા પર ખુબ જ ગુસ્સો કરવા લાગ્યો. અને જેમતેમ બોલવા લાગ્યો હતો. માતા એ તેની પુત્રી ને ફોન કરીને બોલાવી. પુત્રી જેવી ઘરે આવી કે તરત જ તેની પર તે તૂટી પડ્યો.

ભાઈ એ બહેન ને ઘર ની બહાર શેરી ના રસ્તે પાડી દીધી. તેના હાથ માં શાક સમારવાની ચાકુ હતી. આ ચાકુ વડે તેણે તેની બહેન પર ધડાધડ 11 જેટલા ચાકુ ના ઘા મારી દીધા. માતા તેની પુત્રી ને બચાવવા બહાર આવી તો તેને પણ ચાકુ મારી હતી. અને પોતાના ઘર ની બારી પણ તોડી નાખી હતી. બહેન રસ્તા પર પડી હતી. અને ચીસો પાડતી હતી.

આ વિડીયો એક માણસ પોતાના કેમેરા માં કેદ કરતો હતો. તેને પણ તે ઈશારા કરતો હતો. આ બનાવ બનતા આજુબાજુ ના પાડોશી લોકો તરત દોડી આવ્યા હતા. અને માતા-પુત્રી ને 108 દ્વારા સયાજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ પોલીસે પુત્ર ની અટકાયત કરી હતી. આ ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આનું પ્રાથમિક કારણ નાણાકીય સંકડામણ જાણવા મળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.