નાના ગામમાં જન્મેલ ગાયક ‘પૂનમ ગોંડલીયા’ ના જીવન નો સંઘર્ષ ! નાની ઉમર માં જ એવું કર્યું કે ત્યારબાદ…જાણો વિગતે.
ગુજરાત માં અનેક ગાયક કલાકારો જોવા મળે છે. અનેક કલાકારો એ પોતાના બાળપણ માં જ ગાવાનું શરુ કરી દીધું હતું. ગુજરાત ના ગાયક કલાકારો માં કિંજલ દવે, ગીતાબહેન રબારી, અલ્પાબહેન પટેલ અને પૂનમબેન ગોંડલીયા. આ ગાયક કલાકારો જયારે ગાવાનું શરુ કરે એટલે દરેક લોકો ના દિલો જીતી લે છે. એવા સ્વર ની રમઝટ બોલાવે કે, ત્યાં હાજર દરેક લોકો ના પગ થનગનવા મજબુર થઇ જાય છે.
આજે તમે પૂનમ ગોંડલીયા ના ગાયન ની દુનિયા ની સફર જાણશો. પૂનમ ગોંડલીયા કેવી મુશ્કિલો નો સામનો કરી ને આ સ્ટેજ પર પહોંચેલા છે. પૂનમ ગોંડલીયા નો જન્મ ગીર સોમનાથ જિલ્લા ના આલિદર બોડીદર ગામમાં થયેલો છે. પૂનમ ગોંડલીયા એ નાનપણ થી જ આમાં પોતાનું યોગદાન શરુ કરી દીધું હતું. કારણ કે પૂનમ ગોંડલીયા ના દાદા અને પિતા પણ ભજનિક હતા. એટલે વારસાગત પૂનમબહેન ને આ ભેટ મળી છે.
પુનમબહેને માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પૂનમબહેન નાનપણ થી જ સ્ટેજ પર કાર્યક્રમો આપતા હતા. એકવાર તેના મોટા બહેન નો કાર્યક્રમ હતો તે સમયે લોકો એ પૂનમબહેન ને ગાવાનું કહ્યું હતું, આ સમય થી જ પૂનમ બહેને ગાવાનું શરુ કરી દીધું હતું. તેના આજે ઘણા આલબમ સોન્ગ્સ પણ આવી ગયેલા જોવા મળે છે.
પૂનમ બહેન મોટા કલાકારો સાથે ડાયરામાં પણ પોતાના સૂરો ની રમઝટ બોલાવતા હોય છે. પૂનમબહેન માત્ર ગુજરાત માં જ નહીં પરંતુ વિદેશો માં પણ પોતાના કાર્યક્રમો આપે છે. ગમે એવી પરીસ્થીતી હોય કે ગમે એવો સંઘર્ષ કરવો પડે પૂનમબહેન ક્યારેય પાછા પડતા નથી. આજે તે તેની મહેનત થકી ખુબ આલીશાન રીતે જીવન જીવી રહ્યા છે. પૂનમબહેન ને ત્રણ ભાઈઓ અને બે બહેનો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.