Gujarat

પાટીદાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું!! ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશ તાંતી નું હાર્ટઅટેકથી નિધન થયું.. જાણો પુરી ઘટના

Spread the love

અત્યારે સમગ્ર ગુજરાતમાં હાર્ટ અટેક આવતા અવસાન પામતા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી નજર આવી રહી છે જ્યાં નાના બાળકો થી લઈને યુવાનો પણ હાર્ટ અટેક આવતા જ ભગવાન ના શરણે ચાલ્યા જતાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે રાજકોટમાં કોરોના પછી ત લગભગ દજન કરતાં પણ વધારે આવા હાર્ટ અટેક આવ્યા બાદ અવસાન થયાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં બહુ જ નાની ઉમર ના લોકો ને હાર્ટ અટેક આવ્યો અને પછી અવસાન થઈ ગયું.

ત્યારે રાજકોટમાથી એક હાર્ટ અટેક આવતાનો હેરાન કરનારો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં રાજકોટમાં આવેલ ખોડલધામ ના ટ્રસ્ટી ને હાર્ટ અટેક આવતા અવસાન થયું છે. તેમણે આ હાર્ટ અટેક પૂજા કરતાં સમયે આવ્યો હતો. 46 વર્ષની ઉમરમાં જ અચાનક આમ હાર્ટ અટેક આવતા અને અવસાન પામતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો અને જાણે દુખ નો પહાડ તૂટી પડતાં સમગ્ર પરિવાર સદમામાં જોવા મળ્યું છે,માહિતી મળ્યા અનુસાર રાજકોટ ના નાના માવા રોડ પર ખોડલધામ ના ટ્રસ્ટી કલ્પેશભાઇ તાંતી પોતાના પરિવારની સાથે શ્રીરાજ રેસિડેન્સી ના તુલસીપત્ર બંગલામાં રહેતા હતા.

14 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 8 : 30 વાગે પોતાના ઘરના બીજા માળે ભગવાન ની પૂજા અર્ચના કરવા માટે ગયા હતા પરંતુ લગભગ અડધો કલાક થયો હોવા છતાં તેઓ નીચે આવ્યા નહીં તો પરિવારના લોકોએ નીચેથી આવાજ લગાવ્યો પરંતુ તેઓનો કોઈ જવાબ આવ્યો નહીં.આથી જ્યારે ઘણા લોકો ઉપર જોવા ગયા તો કલ્પેશભાઇ જમીન પર બેહોશ પડેલ હાલત માં જોવા મળ્યા હતા. આથી તેમણે તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ પોગતા જ ત્યાના ફરજ પરના ડોકટરોએ તેમને મરુત જાહેર કર્યા હતા.

આમ અચાનક જ પરિવારના મુખ્ય વ્યક્તિનું અવસાન થવાથી પરિવાર સદમાં માં ગરકાવ થયો હતો. રાજકોટ માં જ એક પોલીમર ફેક્ટરી ના માલિક કલ્પેશભાઇ ના પરિવારમાં 18 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી છે. તેઓ નિર્માણ વ્યવસાય સાથે પણ જોડાયેલ હતા. કલ્પેશભાઇ ના આમ એકાએક અવસાન થી સમગ્ર પરિવાર આઘાતમાં જોવા મળ્યો હતો. કલ્પેશભાઇ સેવાકીય પ્રવુતી પણ કરતાં હતા તેઓ ખોડલધામ ના ટ્રસ્ટીઓમાં શામિલ હતા. પાર્ટીદાર અગ્રણી કલપેશભાઈ તાંતી ના અવસાન  થી લેઉવા પાટીદાર સમુદાય માં પણ શોક જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *