ગુજરાત ના આ ખેડૂત છે પાકા બીઝનેસમેન ! ગાયો નો ઉછેર કરી ને કરે છે લાખો ની કમાણી, વિદેશ માં પણ છે ડિમાન્ડ…જાણો વિગતે.
ભારત દેશ ખેતી આધારિત દેશ છે. ભારત ના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને કેટલાક ખેડૂતો ખેતી ની સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. આજે વિશ્વ માં ઇન્ટરનેટ નો જમાનો છે. આજના લોકો ઇન્ટરનેટ ના માધ્યમ થી ખુબ જ રૂપિયા કમાતા હોય છે. એમાં પણ આપણા ગુજરાતી લોકો તો પાકા બિઝનેસમેન હોય છે. એવા જ એક ગોંડલ માં રહેતા એક ખેડૂત પોતાની સુઝબુઝ થી મહિને લાખો રૂપિયા ની કમાણી કરે છે. અને એ પણ ઇન્ટરનેટ ના માધ્યમ થી.
ગુજરાત ના રાજકોટ જિલ્લા ના ગોંડલ થી લગભગ 7-કિલોમીટર દૂર આવેલા વોરા કોટડા રોડ ઉપર રમેશભાઈ રૂપારેલિયાની ગૌ જતન નામની સંસ્થા છે. આ એક હરતિ ફરતી પાઠશાળા છે. અહીં રમેશભાઈ ના દાદા અને પરદાદા પણ ગાયો ના પાલનપોષણ નો જ ધંધો કરતા હતા. રમેશભાઈ ને લગભગ 10 એકર જમીન છે. આ જમીન માં તે ગાય આધારિત ખેતી કરીને ઓર્ગેનિક અનાજ, મસાલા, દૂધ અને ઘી નું પુષ્કળ ઉત્પાદન કરે છે.
અને આ બધું ઉત્પાદન કરીને તેની પ્રોડક્ટ ને બજાર માં વેચવાના બદલે ઓનલાઇન વેચાણ માં મૂકે છે. આ સંસ્થામાં 150 જેટલી ગાયો છે. જેમાંથી 40 જેટ્લી ગાયો દૂધ આપે છે. ઉનાળામાં 250 લીટર અને શિયાળા માં 350 લીટર જેટલું દૂધ મળે છે. આ દૂધ માંથી દરરોજ 500 લીટર છાશ બને છે. જે 20 રૂપિયા લીટર ના ભાવે વહેંચે છે. અને દરરોજ 7 થી 10 લીટર જેટલું ઘી તૈયાર થાય છે. આ ઘી ની કિંમત 3500 રૂપિયા લીટર ના ભાવે વહેંચે છે.
ઘી માં જુદી જુદી ઔષધિઓ મેળવીને 12000 થી 51000 રૂપિયા લીટર ના ભાવે વહેંચે છે. સાથોસાથ રમેશભાઈ ગાય ના છાણ માંથી છાણા બનાવે છે જે તે વિદેશ માં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા વગેરે દેશો માં હવન માટે વહેંચે છે. મહિને ગાયો ની પાછળ લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. રમેશભાઈ પાસે આ માટે 20 જેટલા કોમ્પ્યુટર છે. તેની આવક મહિનાની લગભગ 32 લાખ રૂપિયા છે. અને તેના કર્મચારીઓ ને પ્રતિમાસ 6 લાખ રૂપિયા જેટલો પગાર પણ ચૂકતે કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!