ગુજરાત ના સિંઘમ ! ગુજરાત ના આ IPS ઓફિસરે 6-વર્ષ માં 12-સરકારી પરીક્ષા પાસ કરી અને હાલ તેઓ, જાણો
ગુજરાતમાં ઘણા બધા આઇપીએસ ઓફિસરો પોતાની ફરજ બજાવે છે. આઇપીએસ ઓફિસર બનવું કોઈ નાની એવી વાત નથી. આઇપીએસ ઓફિસર બનવા માટે તનતોડ મહેનત કરવી પડતી હોય છે. આજે અમે તમને એવા જ એક ગુજરાતના સિંઘમ તરીકે ઓળખાતા આઇપીએસ ઓફિસર પ્રેમસુખ ડેલુ ની કેટલીક વાતો જણાવીશું કે તેને અહીં સુધી પહોંચવા માટે કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે.
પ્રેમસુખ ડેલુ કે જેવો એ વર્ષ 2015માં બીજા પ્રયાસે સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરી તેઓ આઈપીએસ બન્યા. પ્રેમસુખ ડેલું નો જન્મ વર્ષ 1988 ના ત્રણ એપ્રિલના રોજ થયો હતો. પ્રેમસુખ ડેલું નું મૂળ વતન રાજસ્થાન ના બિકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામ છે. પ્રેમસુખ ડેલુ નું પ્રથમ પોસ્ટિંગ ગુજરાતના અમરેલી જિલ્લામાં એસીપી તરીકે થયું હતું અને હાલમાં તેઓ જામનગરમાં એસપી તરીકેની ફરજ બજાવે છે.
પ્રેમસુખ એવા વ્યક્તિ છે કે જેઓએ 12 સરકારી નોકરી મેળવી છે અને ત્યારબાદ હવે આઇપીએસ ઓફિસર બની ચૂક્યા છે. તેની વાત કરવામાં આવે તો તેઓના પિતા રામધન ડેલું કે જેવો ઊંટગાડી ચલાવીને પોતાના ઘર પરિવારનો ગુજરાન ચલાવતા હતા. પ્રેમસુખ ડેલુના પરિવારમાં માતા-પિતા ઉપરાંત કુલ ચાર ભાઈ બહેન છે. તેઓએ વર્ષ 2010માં સર્વે પાલની નોકરી મેળવી હતી અને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. છ વર્ષમાં 12 પદ સરકારી મેળવનાર પ્રેમસુખ ડેલુના ઘરની આર્થિક પરિસ્થિતિ કોઈ સારી ન હતી.
પહેલા તેમને પટવારીની નોકરી મળી હતી. ત્યારબાદ રાજસ્થાન ગ્રામસેવકની પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેઓ રાજસ્થાન આસિસ્ટન્ટ જેલરની ભરતીમાં પાસ થયા અને ટોપર પણ રહ્યા. ત્યારબાદ તેઓ રાજસ્થાનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બન્યા. તેઓએ ugc નેટ ની પરીક્ષા પાસ કરી અને બીએડ પણ કર્યું. ત્યારબાદ તેઓને કોલેજમાં લેક્ચરર ની નોકરી મળી.
પરંતુ પોતાનું સપનું સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરવાનું હતું. આથી તેઓએ નોકરીની તૈયારી શરૂ રાખી. તેઓએ રાજસ્થાન પીસીએસ ની પરીક્ષા પાસ કરી મામલતદારનું પદ હાંસલ કર્યું અને ત્યારબાદ તેઓએ તૈયારી શરૂ રાખી અને આઈએસ બનવાનું સપના છોડ્યું ન હતું અને હાલ તેવો આઇપીએસ તરીકે ફરજ બજાવે છે. તેઓએ વર્ષ 2021 માં રાજસ્થાનના શિક્ષક દંપત્તિની પુત્રી ભાનુશ્રી સાથે લગ્ન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!