આ છે રામ રહીમ ની ધર્મ ની દીકરી જે આગામી સમય માં સંભાળી શકે છે ડેરા ના વડા તરીકે ની જવાબદારી એવું બહાર આવ્યું કે,
આપણો દેશ ભારત ધર્મમાં માનનારો દેશ છે. પરંતુ એવા કેટલાક લોકો હોય છે કે જે ધર્મના નામ ઉપર ખૂબ ખોટા કામ અને એવા કામ કરતા હોય છે કે જેને જાણીને આપણે પણ ગુસ્સે થતા હોઈએ છીએ. થોડા વર્ષો પહેલા જ એવા જ એક રામ રહીમ નામના વ્યક્તિએ આવું કામ કર્યું હતું. જેમાં રામ રહીમ ને સજા પડતા તે હાલમાં હરિયાણા રાજ્યની રોહતક માં આવેલી સુનારીયા જેલમાં સજા ભોગવી રહ્યા છે.
જેના ઉપર આરોપ છે કે તેના આશ્રમમાં રહેતી સાધવી ઉપર યોન શોષણ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ અને રણજીત હત્યાકાંડમાં તેનો હાથ હતો. આ બાબતે તે સજા ભોગવી રહ્યા છે. પરંતુ જાણવા મળ્યું કે આ દિવાળી રામ રહીમ પેરોલ ઉપર છૂટીને જેલમાં મનાવવાની બદલે બહાર મનાવશે અને એક ખાસ વાત પણ સામે આવી છે.
જેમાં જાણવા મળ્યું કે રામ રહીમે હવે ડેરાના તમામ પેપરમાં હનીપ્રીતને મુખ્ય શિષ્ય બનાવી દીધી છે. હનીપ્રીત રામ રહીમની ધર્મ પુત્રી છે. રામ રહીમે પરિવારનું ઓળખપત્ર પણ બદલી નાખ્યું છે. જેમાં હવે તેમના પરિવારના કોઈ સભ્યનું નામ નથી. પત્ની અને માતાના નામ ન લખીને માત્ર હનીપ્રીતનું નામ મુખ્ય શિષ્ય તરીકે આપવામાં આવ્યું છે.
ડેરા સચ્ચા સૌદા સિરસાના વડા તે બને છે જે વર્તમાન ગુરુના મુખ્ય શિષ્ય છે. રામ રહીમની બે પુત્રીઓ અમરપ્રીત અને ચરણપ્રીત કૌર અને પુત્ર જસમીત પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા છે. ડેરા ચીફની માતા નસીબ કૌર અને પત્ની હરજીત કૌર હજુ પણ ભારતમાં છે. પરંતુ તેમના નામ હવે કાગળોમાં નથી. આમ હવે ડેરા નું તમામ કામ તેની ધર્મ ની પુત્રી કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!