આ છે દુનિયા નો સૌથી ગંદો વ્યક્તિ 50-વર્ષ બાદ પહેલી વાર સ્નાન કર્યું અને જે થયું તે જાણી હ્નદય કમ્પી ઉઠશે.
આપણા રોજિંદા જીવનમાં અનેક એવી વસ્તુ જરૂરી હોય છે કે જે આપણા શરીર અને મનને સ્વસ્થ રાખી શકે છે. આપણે રોજેરોજ સ્નાન કરવાનું પસંદ કરતા હોઈએ છીએ કેટલાક લોકો એવા હોય છે કે જે અઠવાડિયામાં એક બે વાર સ્નાન કરવાનું પસંદ કરતા હોય છે તો કેટલાક લોકોને સ્નાન કર્યા વગર ચાલતું હતું નથી. આજે અમે તમને એક એવા માણસ ની કહાની કહેવા જઈ રહ્યા છીએ કે જેને છેલ્લા 50 વર્ષોથી સ્નાન કર્યું ન હતું અને આ વ્યક્તિના ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.
જે વ્યક્તિએ 50 વર્ષથી સ્નાન કર્યું ન હતું તે વ્યક્તિનું 94 વર્ષની વયે નિધન થયું હતું. વધુ વિગતે વાત કરીએ તો આ કહાની ઈરાન દેશના ફાર્સ પ્રદેશમાં રહેતા હાજી નામના વ્યક્તિની કહાની છે કે જેને 50 વર્ષ સુધી સ્નાન કર્યું ન હતું. જાણવા મળ્યું કે આ વ્યક્તિ એ લાંબા સમય સુધી સ્નાન કર્યું ન હોવાને કારણે તેની ત્વચા કાળી પડી ગઈ હતી.
તે વ્યક્તિ એક ખાડામાં ઇટોથી બનાવેલા ઘરમાં રહેતો હતો અને તે ખોરાકમાં માત્ર સડી ગયેલું માસ અને ગંદુ પાણી પીતો હતો અને તેને ધુમ્રપાન કરવાની ખૂબ જ આદત હતી. તેના ગામમાં રહેતા અન્ય લોકો તેને સ્નાન કરાવવા માટે દબાણ કરતા હતા. પરંતુ આ હાજી નામના વ્યક્તિને સ્નાન કરવાથી તે કોઈ બીમારીનો ભોગ બનશે તેવા વહેમને કારણે તેને છેલ્લા 50 વર્ષથી સ્નાન કર્યું ન હતું.
પરંતુ ગામવાસીઓ તેને બળજબરીથી અને દબાણપૂર્વક સ્નાન કરાવવા લઈ ગયા હતા જે બાદ તેની તબિયત લથડી હતી અને તેનું ગંભીર રીતે મૃત્યુ થયું હતું. આમ આ વ્યક્તિ ની કહાની જાણીને લોકો પણ ચોકી ઉઠ્યા છે. વર્ષ 2013 માં હાજીના જીવન ઉપર ધ સ્ટ્રેંજ લાઈફ ઓફ અમો હાજી નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની હતી જેમાં તેના જીવન બાબતે દર્શાવવામાં આવ્યું હતું. આમ છેલ્લા 50 વર્ષથી સ્ના ન કરનાર આ વ્યક્તિ વિશ્વનો સૌથી ગંદો માણસ ગણવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!