IndiaSports

ચેન્નાઈના ઘાતક બોલર એવા તુષાર દેશપાંડેએ કરી લીધી સગાઈ ! સગાઈની આ ખાસ તસવીરો આવી સામે…જુઓ તસ્વીર

Spread the love

જો કોઈ આપીએલ સીઝન રોમાંચિત રહી હોય તો તે આ સીઝનની રહી હતી, તમને ખબર જ હશે કે આ વખતની સીઝન ચેન્નાઇએ પોતાના નામે કરી હતી. ચેન્નાઇને ટ્રોફી જીતવામાં ઘણા બધા એવા ખિલાડીઓનો સાથ તથા સહયોગ હતો જેમાં તુષાર દેશપાંડેનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે તુષાર દેશપાંડે આ વખતનો ચેન્નાઇ માટેનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. જયારે કોઈ પણ ખાસ બોલર ન હતું ત્યારે તુષારે આવીને કમાલ કર્યો હતો.

એવામાં આ બોલરને લઈને હાલ એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે તુષારદેશ પાંડેએ હાલ સગાઈના બંધનમાં બંધાય ગયા છે, તુષારે પોતાની બાળપણથી મિત્ર રહેલી નાભા ગદમવાર નામની યુવતી સાથે સગાઈના બંધનમા બંધાય ચુક્યા છે જેની અનેક તસવીરો તથા વિડીયો પણ શેર કરવામાં આવી રહ્યા છે. તમને તસવીરો જોઈને નવાય લાગશે કારણ કે આ સગાઈની રસમમાં તુષાર દેશપાંડેએ ટેસ્ટ ક્રિકેટના બોલ પર રિંગ રાખીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

જે બાદ બંનેએ એકબીજાને અંગૂઠી પહેરાવીને સગાઈની વિધિને સંપન્ન પણ કરી લીધી હતી. તુષાર દેશપાંડે સાથે સંકળાયેલા આવા સમાચારને ધ્યાનમાં રાખીને સૌ કોઈએ સોશિયલ મીડિયા પર તેઓને અભિનંદન પાઠવ્યું હતું અને પોતાના નવજીવનની શરૂઆત અંગે પણ શુભકામનાઓ આપી હતી. તુષાર દેશપાંડેના લગ્નમાં ચેન્નાઇના ધાકડ ઓલરાઉન્ડર શિવમ ડૂબે તથા તેમની પત્ની અંજુમ ખાન પણ ઉપસ્થિત રહી હતી.

ચેન્નાઇ માટે તુષાર દેશપાંડે ખુબ સારી ક્રિકેટ રમી છે, તેઓએ મોસ્ટ વિકેટ ટેકર તો રહ્યા જ છે સાથો સાથ તેઓનો ફાળો ચેન્નાઈની દરેક જીતોમાં રહેલો છે. હજી થોડા દિવસો પેહલા જ ઋતુરાજ ગાયકવાડે ઉતકરશા સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા જે બાદ ચેન્નાઈના બીજા એવા સ્ટાર ક્રિકેટરે સગાઈની ખુશખબરી સંભળાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *