સુતળી બૉમ્બ બન્યો મોત નું કારણ ટિફિન માં સુતળી બૉમ્બ ફોડતા જે ઘટના બની તે સાંભળી હદય કમ્પી ઉઠશે.
હાલમાં આખા ભારતમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ચાલી રહ્યો હતો. આખા ભારત દેશમાં આકાશ રંગબેરંગી ફટકડાઓથી સજીધજી રહ્યું હતું. ઠેર ઠેર શાનદાર રોશનીઓ કરવામાં આવી હતી. નાના લોકોથી માંડીને બોલીવુડના મહાન અભિનેતાઓના ઘરે પણ શાનદાર રોશનીઓથી ઘરને શણગારવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના દિવસની એક હચ મચાવતી ઘટના સામે આવી છે.
જેમાં એક ફાર્મસીની વિદ્યાર્થીનું ફટાકડા ને કારણે મૃત્યુ નીપજ્યું હતું. વધુ વિગતે જાણીએ તો આ ઘટના મધ્યપ્રદેશના મંદસોરમાં બની હતી. જાણવા મળ્યું કે અહીં રહેતા ગોવર્ધનલાલ માળી નામના ખેડૂતના ઘરે બુધવારના રોજ ગોવર્ધન પૂજા હતી. પૂજા પાઠ કર્યા બાદ તેની 20 વર્ષની પુત્રી ટીના તેના નાના ભાઈ સાથે ફટાકડા ફોડી રહી હતી.
એવામાં તેના ભાઈએ સ્ટીલના ટિફિનમાં સુતળી બોમ્બ મુક્યો અને ટિફિનમાં સુતળી બોમ્બ ફોડ્યો. એવામાં ટિફિનમાં સુતળી બોમ્બ ફૂટવાના લીધે ટિફિનના કુરચે કુરચા બોલી ગયા હતા અને બોમ્બ એટલો જોરદાર હતો કે જેના લીધે ટિફિનના ભાગનો એક ટુકડો તેની બહેન ટીનાના પેટમાં ઘૂસી ગયો હતો. આ બાદ ટીના ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પરંતુ હોસ્પિટલે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ દર્દનાક ઘટના બનતા પરિવારમાં ખૂબ જ દુઃખનું વાતાવરણ છવાઈ ગયું હતું. 20 વર્ષની ટીના મંદ સોર માં એક ખાનગી કોલેજમાં ફાર્મસીનો અભ્યાસ કરી રહી હતી અને સાથે સાથે બ્યુટી પાર્લર નું કામ પણ કરી રહી હતી. ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી પુત્રી હતી. આમ દિવાળીના તહેવારમાં ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આમ આ દર્દનાક ઘટના સામે આવતા લોકો સાંભળીને પણ ચોકી ઉઠે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!