દમણ ફરવા ગયેલા બે ભાઈઓ ના પરત ફરતી વેળા એ રોડ અકસ્માત માં મોત નિપજ્યા, પરિવાર દુઃખ માં ગરકાવ…
રોજબરોજ અકસ્માત થવાના કિસ્સાઓ બહોળા પ્રમાણ માં સામે આવ્યા જ કરે છે. અને અકસ્માતે લોકો મૃત્યુ પામતા પરિવાર ની માથે દુઃખો નો પહાડ તૂટી પડતો હોય છે. એક ઘટના સુરત થી હચમચાવતી સામેં આવી છે. જેમાં એક ઘરના ત્રણ ભાઈઓ દમણ દરિયાકિનારે ફરવા ગયા હતા ત્યારબાદ ઘરે પરત ફરતા સમયે રસ્તા માં અકસ્માતે બે ભાઈઓ નું મોત થઈ ગયું હતું. અને પરિવાર માં શોક ની લાગણી ફરી વળી હતી.
એક જ પરિવાર ના બે દીકરાઓનું મોત થઇ જતા પરિવાર માં ભારે માતમ છવાય ગયો હતો. જાણવા મળ્યું કે,સુરત માં રહેતા આ ત્રણ ભાઈઓ ને નોકરી એ રજા હોય દમણ ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. આ સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે એક બ્રિજ પાસે પોતાની બાઈક ને આડે એક બમ્પર આવ્યું અને તે બમ્પર કુદાવતા સમયે ગાડી નું નિયંત્રણ ના રહેતા ભયંકર રીતે અકસ્માત સર્જાયો હતો.
જેવું બમ્પર કુદાવ્યું કે ત્રણેય ભાઈઓ રસ્તા પર પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બે ભાઈઓ નું તો ઘટના સ્થલ પર જ મોત નીપજ્યું હતું. અને એક ભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બાબત ની નજીક ના પોલીસ સ્ટેશને જાણ થતા પોલિસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
એક સાથે બે પિતરાઈ ભાઈઓ નું મોત થતા ભારે ચકચાર થવા પામી હતી. પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકો પણ આ એક્સીડંટ થતા ત્યાં દોડી આવ્યા હતા. ભારે હૈયે પરિવાર ગમગીન માં ચાલી ગયો હતો. અકસ્માત ના કિસ્સાઓ ની ઘટના ગુજરાત માંથી વારંવાર સામે આવતી જ રહે છે. અને લોકો મૃત્યુ પામતા જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!