દર્દનાક મોત ! બે સગી બહેનો નું એક્ટિવા કાર સાથે ભયંકર રીતે અથડાતા બન્ને બહેનો નું થયું મોત…
ભારત માં આવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. લોકો ક્યારેક ઘરે થી શી સલામત રીતે નીકળે છે પરંતુ ક્યારેક એવી ઘટના એક્સીડંટ ની બની જાય છે કે ઘરે પાછા ફરતા નથી. અને એક્સીડંટ માં મૃત્યુ પામે છે. આવી જ એક ઘટના જયપુર શહેર થી સામે આવી છે. જેમાં એક્ટિવા ચાલાક બે સગી બહેનો નું એક્સીડંટ થતા ઘટના સ્થળ પર જ બન્ને બહેનો મોત ને ભેટી છે.
અજમેર માં રહેતી 36 વર્ષ ની પ્રીતિ જૈન અને 32 વર્ષ ની તૃપ્તિ જૈન બન્ને પોતાના માતા-પિતા ની સાથે અજમેર ના આદર્શનગર માં ચક્રવતી બિલ્ડીંગ માં રહે છે. જેમાં મોટી બહેન નોકરી કરતી હતી અને નાની બહેન ઓનલાઇન માં ટ્યુશન શીખવતી હતી.પ્રીતિ જૈન ના લગ્ન અજમેર માં થયા હતા પણ તે ઘણા વર્ષો થી પોતાના મામા ના ઘરે જયપુર માં રહેતી હતી. અને તૃપ્તિ હજુ કુંવારી હતી.
બન્ને બહેનો ઉપરાંત તેની હજુ એક મોટી બહેન પણ છે અને એક ભાઈ છે જે બેંગકોક માં નોકરી કરે છે. જાણવા મળ્યું કે, આ બન્ને બહેનો જૈન મન્દીરે દર્શન કરવા ગઈ હતી. આ દરમિયાન મંદિરે થી દર્શન કરીને પરત ફરી રહી હતી. જયારે તે પરત ફરી રહી હતી તે દરમિયાન એક મોટી કાર દ્વારા તેમની એક્ટીવાને ટક્કર મારવામાં આવી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બન્ને ના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
પોલીસે આવી ને આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યાં નજીક માં લાગેલા સીસીટીવી કેમેરા ના આધારે વધુ માહિતી મળી અને તેમાં જાણવા મળ્યું કે જે કાર ચાલાક છે તેનું નામ ઉદિત શર્મા છે. તે ઘરે થી ચા પીવા માટે નીકળ્યો હતો. કાર અને એક્ટિવ ની ટક્કર થતા પાછળથી એક બાયક પણ ઘુસી ગયું હતું. જેમાં બાઈક ચાલાક ને ઈજાઓ થઇ હતી.
બાઈક ચાલાક ને હોસ્પિટલે ખસેડતા તેને પગે ફ્રેક્ચર આવ્યું હતું. આખી ઘટના પરનામી મંદિર પાસે બની હતી. આ આખી ઘટના સવારે 6-વાગ્યે બની હતી. પરિવાર માં ખબર પડતા પરિવાર માં શોક ની લાગણી ફેલાય ગયી હતી. પિતા બન્ને દીકરી ના મૃતદેહ લેવા પહોંચ્યા હતા. અને માતા-પિતા નો રોઈ રોઈ ને હાલત ખુબ જ ખરાબ થવા પામી હતી. આવી અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. અને નિર્દોષ લોકો ને આવી ઘટના નો ભોગ બનવું પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!