India

હજી વરસાદે રજા લીધી નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યો ફરી થઈ શકે છે ભારેથી અતીભારે વરસાદ જાણો તમારાં રાજ્ય વિશેની સ્થિતિ..

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી વરસાદે સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશમાં પોતાનો જલવો બતાવ્યો છે મેઘરાજાએ સમગ્ર પ્રદેશ તથા સમગ્ર દેશમાં અનેક રાજ્યોમાં પોતાની મેઘ મહેરામણ કરી છે તેવામાં અનેક સ્થળો કેજે સાવ સુક્કા પડી ગયા હતા તે ફરીથી લીલાછમ થઈ ગયા છે ત્યારે આવા વરસાદની વિપરીત અસરો પણ જોવા મળી છે

અમુક વિસ્તારો માં કે જયા વધુ વરસાદ ને કારણે નદી ઓ અને નાના મોટા ડેમો પૂરે પૂરા છલ્કાઇ ગયા છે તયારે અનેક ક્ષેત્રોમા ભારે વરસાદ ને કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે. તેવામાં હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદ ના પગલે આગાહી કરી છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે જ્યાં એક બાજુ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ મેદાન પ્રદેશોમાં ભારે વરસાદ જોવા મળી રહીયો છે. આવા વરસાદ ના કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આપણે સૌ જાણીએ છીએ તેમ કેરળમાં ભારે વરસાદને કારણે નદીઓ અને તળાવોના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.

જેને કારણે 10 ડેમ માટે રેડ એલર્ટ ઘોસિત કરવામાં આવ્યું છે. ઉત્તર ભારત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે, જેમાં બંગાળ, તામિલનાડુ, પુડુચેરી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તેલંગાણાના ઘણા વિસ્તારો નો સમાવેશ થાઈ છે. જ્યારે આવનાર 24 કલાકમાં બિહાર ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ સહિત 20 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાંથી અમુક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદની સંભાવના છે.

કેરળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરના કારણે 10 ડેમો માટે રેડ એલર્ટ જાહેર કરેલ છે. અહીંના કક્કી ડેમના બે દરવાજાઓ ને ખોલવામાં આવ્યા છે. વારસાદને કારણે સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરની મુલાકાત પર પણ હાલ પૂરતો પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જોકે વરસાદ અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 35 થયો છે.

આગામી 24 કલાકમા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ અને ઉત્તર પ્રદેશના મધ્ય વિસ્તારો, પશ્ચિમ બંગાળના વિસ્તારો, સિક્કિમ, આસામ, મેઘાલય, ઓડિશા, ઝારખંડ અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની સંભાવનાઓ છે.

ઉત્તર પૂર્વ ભારતના અન્ય વિસ્તારો જેવા કે બિહારના અમુક વિસ્તાર, ઉત્તરપ્રદેશના વિસ્તારો, છત્તીસગઢ અને ઓરિસ્સા ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના વિસ્તારો, લદ્દાખ અને મધ્યપ્રદેશના વિસ્તારો, વિદર્ભના કેટલાક વિસ્તારો ઉપરાંત કોસ્ટલ કર્ણાટક કેરળ, લક્ષદ્વીપ અને પ્રકાશ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા મંગળવારે ઉત્તરાખંડના 13 જિલ્લાઓમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિ ભારે વરસાદ, કરા, વીજળી અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે બિહારમાં 20 ઓક્ટોબર અને 21 ઓક્ટોબરે વરસાદની આશંકા છે. ઉપરાંત અમુક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બિહારમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. અરરિયા, પૂર્ણિયા, કિશનગંજ, ભાગલપુર, કટિહાર સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *