નીતા અંબાણી મુંબઈ ઇન્ડિયન્સ ના આ ખેલાડી ને શા માટે માને છે પોતાનો પુત્ર? કોણ છે તે ખેલાડી? જાણો વિગતે.
ભારત અને વિશ્વ ના ધનાઢ્ય વ્યક્તિઓ માં એક એવા મુકેશ અંબાણી. મુકેશ અંબાણી ભારત માં જ નહિ આખા એશિયા માં પણ પૈસાદાર વ્યકિઓની યાદી માં સામેલ છે. મુકેશ અંબાણી અને તેના પરિવાર ના લોકો પોતાના તમામ શોખ પુરા કરવાની ક્ષમતા ધરાવે છે. તેને લોકો માટે વિશ્વ માં કોઈ પણ કેટલીય મોંઘી વસ્તુઓ ખરીદવી હોય તો સાવ મામૂલી વાત છે.
મુકેશ અંબાણી ના પત્ની એવા નીતા અંબાણી ની વાત કરી એ તો તે આય.પી.એલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન છે. નીતાઅંબાણી ના શોખ સાંભળીને લોકો ને શોક લાગી જાય છે. કહેવાય છે કે નીતા અંબાણી કોઈ કપડાં કે અન્ય કોઈ વસ્તુઓ નો એકવાર ઉપયોગ કરે બાદ તે બીજી વાર તેનો ઉપયોગ કરતા નથી. તેના મોબાઈલ ફોન ની કિંમત પણ કરોડો માં છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ને ત્રણ બાળકો છે.
ત્રણ બાળકો માં બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં સૌથી નાના પુત્ર અનંત અંબાણી ના લગ્ન થોડા જ વર્ષો માં થવાના છે. અને એક પુત્ર અને પુત્રી ના લગ્ન થઈ ચુક્યા છે. નીતા અંબાણી હાલમાં સોશિયલ મીડિયા માં ખાસ ચર્ચા માં જોવા મળે છે. નીતા અંબાણી ની આય.પી.એલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના એક ખેલાડી ને કારણે નીતા અંબાણી ચર્ચા માં છે.
મુંબઈ ટિમ ના એક ખેલાડી ને નીતા અંબાણી માને છે પોતાનો પુત્ર. તે છે કુમાર કાર્તીકેય નીતા અંબાણી એ આખી ટિમ ની સામે કાર્તિકેય ના વખાણ કરતા કહ્યું કે તમારી જેવા મહેનતુ છોકરા જ મારે જોતા હતા. એટલે કે કુમાર કાર્તિકેય પોતાના કેરિયર માં આગળ વધવા પોતાના પરિવાર થી લગભગ 9-વર્ષ દૂર રહ્યો હતો અને તેની આ મહેનત જોઈ ને નીતા અંબાણી એ કહ્યું કે તમે ખુબ જ સારું રમો છો. તમે હંમેશા ચમકતા રહો છો. મારે તમારા જેવા જ મહેનતુ છોકરા ની જરૂર હતી.