આકરી સજા! કોઈ ભૂલના હોવા છતા પણ મહિલા ડોકટરે કરી આત્મહત્યા સુસાઇડ નોટમા જે લખ્યું જાણી ચોકી જાસો
મિત્રો આપણે સૌ અવાર નવાર આત્મ હત્યા ના બનાવો અંગે સાંભળીએ છિએ કે જ્યાં વ્યક્તિ પ્રેમ પ્રસંગ ને લઈને કે આર્થિક ભીંસ ને લઈને કે અન્ય સામાજીક કારણોસર આત્મ હત્યા જેવું ગંભીર પગલું ભારે છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું જીવન ઘણું મહત્વનુ છે. તેવામાં વ્યક્તિ ના જીવનમાં ઘણા એવા પણ બનાવ બની જાય છે કે જ્યાં તેની પાસે પોતાનું જીવન ટૂંકાવ્યા સિવાય કોઈ રસ્તો જ રહેતો નથી.
આવી ઘટનામાં વ્યક્તિને પોતાના જીવન કરતા મોત વધુ વહાલું લાગે છે. આવીજ એક કરુણ ઘટના સામે આવી છે કે જ્યાં એક મહિલા ડોક્ટર ને પોતાનું જીવન ટૂંકાવ્વુ પડ્યું છે. તો શું છે આ ઘટના આપણે આ અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના દૌસા વિસ્તાર ની છે.
આપણે સૌ જાણીએ છિએ કે ડોક્ટર ને ધરતી પર ના ભગવાન માનવામાં આવે છે. કારણ કે તેઓ વ્યક્તિ ને જીવન બચાવી શકે છે પરંતુ ઘણી વખત અનેક મહેનત બાદ પણ ડોક્ટર દરદી ને બચાવી શક્તા નથી જેના કારણે ઘણી વખત લોકો તેમના પર શંકા કરે છે આવોજ એક બનાવ અહીં પણ સામે આવ્યો કે જ્યાં એક ગર્ભવતી મહિલા નું જીવન ના બચાવી શક્તા તેમના પર મહિલાની હત્યા ના આરોપ લાગ્યો.
જાણાવી દઈએ કે આ મહિલા ડોક્ટર નું નામ અર્ચના શર્મા હતું. રાજસ્થાનના દૌસા વિસ્તાર માં આવેલ લાલસોટમાં ફરજ બજાવતા લેડી ડોક્ટર અર્ચના શર્મા વિરુદ્ધ સગર્ભા મહિલાની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો, આવો ગંભીર આરોપ અર્ચના સહન ના કરી શક્યા અને તેમણે આત્મ હત્યા કરી લીધી. આ ઉપરાંત તેમણે એક સુસાઇડ નોટ પણ લખી કે જેમાં પોતાની નિર્દોષતાની પીડા લખી હતી.
પોલીસને મળેલી આ નોટમાં અર્ચનાએ લખ્યું છે કે મેં કોઈ ભૂલ કરી નથી, કોઈની હત્યા કરી નથી, પીપીએચ એક કોમ્પ્લીકેશન છે, આ માટે ડોક્ટરોને ટોર્ચર કરવાનું બંધ કરો. આ સાથે અર્ચનાએ પોતાના બાળકની ચિંતા વ્યક્ત કરતા ચિઠ્ઠીમાં લખ્યું કે કૃપા કરીને મારા બાળકને માતાની કમી ન અનુભવવા દો.
જો વાત આ ઘટના અંગે કરીએ તો જણાવી દઈએ કે સોમવારે રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટની આનંદ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન એક ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. જે બાદ મૃતકના પરિજનો અને સ્થાનિક રહીશોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સાથે પરિવારજનોએ સારવાર કરી રહેલા ડોક્ટર અર્ચના શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આ ઘટના ને લઈને જ્યારે અર્ચના પર કેસ નોંધ્યા ત્યારે તેઓ આ ઘટના સહન ના કરી શક્યા અને બીજા દિવસે તેમણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મહિલા તબિબ ની આત્મ હત્યા અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અહીં મામલાની તપાસ કરી. પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.