દોડવાની પ્રેક્ટિસ કરી રહેલા યુવાન ને બોલેરો કારે ટક્કર મારતા યુવાન મોત ને ભેટ્યો, ભારતીય સેનામાં જવાનું સપનું…
ભારત માં કેટલાય યુવાનો નું નાનપણ થી એક જ સપનું હોય છે કે, તે ભારતીય સેનામાં જોડાય અને દેશ ની સેવા કરે. યુવાનો લાંબા સમય થી સેનામાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. અને તે મેદાનો, ખેતરો કે જાહેર રસ્તા પર કયારેક દોટ લગાવતા હોય છે. એક કિસ્સો રાજસ્થાન થી આવ્યો છે. જેમાં એક યુવાન સવારે સેનામાં જવા માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે એક બોલેરો કારે તેને ટક્કર મારતા યુવાન નુ મોત થયું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ભરતપુર રાજસ્થાન માં શનિવારે દેવેન્દ્ર નામનો યુવાન રોજ ની જેમ સવારે ચાર વાગ્યે દોડવાની પ્રેકટીસ કરવા માટે બરખેડા ગામ તરફ ના રસ્તા પર દોડી રહ્યો હતો. સાથે તેના મિત્રો પણ હતા. આ સમયે દેવેન્દ્ર એ હજુ દોડવાનું શરુ જ કર્યું હતું કે, પાછળ થી એક બોલેરો કારે આવી ને દેવેન્દ્ર ને અડફેટે લઇ લીધો. અને દેવેંદ્ર ને પહાડી ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં દેવેન્દ્ર નું મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું કે, મરનાર દેવેન્દ્ર ના હજુ 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા. એવામાં તે હજુ ઘરસંસાર ને સમજે એની પહેલા જ મૃત્યુ પામ્યો. તેની પત્ની શિવવતી (22-વર્ષ) પતિ દેવેન્દ્ર ના મોત ના સમાચાર સાંભળી ને હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ હતી. તે પણ ઇરછતી હતી કે, તેના પતિ સેનામાં જોડાય.
દેવેન્દ્ર ના પિતા રામહેતી ને પંચર ની દુકાન છે. દેવેન્દ્ર ના બે ભાઈઓ મજૂરી કામ કરે છે. પરિવાર ના સભ્ય નું મોત થતા પરિવાર ના માથે આભ ફાટે તેવી મુસીબત આવી પડી છે. પરિવાર જનો એ આ બાબતે રોષ પ્રગટ કરતા દેવેન્દ્ર ના મૃતદેહ ને રસ્તા પર મૂકી ને રસ્તો પણ બ્લોક કરી દીધો હતો. પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!