India

જુઓ મુકેશ અંબાણી અને પૈત્ર પૃથ્વી અંબાણીની ખાસ તસવીરો જેમાં બંને એકબીજા સાથે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી દેશ અને એશિયા ના સૌથી ધનવાન વ્યક્તિ છે. વર્તમાન સમય માં મુકેશ અંબાણી પોતાની અપાર સંપતિ અને પૈસા ને કારણે ઘણું વૈભવી જીવન જીવે છે જેના પરિણામે તેઓ અને અંબાણી પરિવાર કોઈના કોઈ કારણ થી સતત ચર્ચામાં રહે છે. હાલમાં ફરી એક વખત મુકેશ અંબાણી પોતાના અમુક ફોટાઓ ને લઈને ચર્ચામાં છે.

જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન વર્ષ 2019મા થયા હતા. જણાવી દઈએ કે શ્લોકા મહેતા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે. લગ્નના એક વર્ષ પછી, આકાશ અને શ્લોકાએ અંબાણી એક બાળક નો જન્મ થયો જેને પૃથ્વી આકાશ અંબાણી નામ આપવામાં 10 ડિસેમ્બર 2020 એ દિવસ હતો જ્યારે પૃથ્વી અંબાણીના જન્મથી સમગ્ર અંબાણી પરિવાર ખુશીઓથી ભરાઈ ગયો હતો.

જોકે હાલમાં મુકેશ અંબાણી ના અમુક ફોટાઓ પૌત્ર પૃથ્વી અંબાણી સાથે ઘણા વાયરલ થઈ રહ્યા છે. જે પૈકી એક ફોટામાં જોઈ શકાય છે કે મુકેશ ખુરશી પર બેસીને ચા પી રહ્યા છે અને ટેબલ પાસે ઉભેલા તેના પૌત્ર પૃથ્વીને પ્રેમથી જોઈ રહ્યો છે. આ દરમિયાન પૃથ્વી સ્ટાર ડિઝાઇન ના કપડાંમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસવીર પૃથ્વી અંબાણી ના પ્રથમ જન્મદિવસની ઉજવણીની લાગે છે, કારણ કે મુકેશ અંબાણીએ ‘1’ અને તેમના પૌત્રના નામ સાથે સફેદ ટી-શર્ટ પહેરી છે.

આ ઉપરાંત અન્ય એક ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કોકિલાબેન અને મુકેશ અંબાણી તથા નીતા અંબાણી આકાશ, ઈશા અંબાણી અને શ્લોકા તથા પૃથ્વી અંબાણી જોવા મળ્યા હતા. પિતા આકાશ અને પુત્ર પૃથ્વી સિવાય, બધા લોકો વાદળી રંગના ટ્વિનિંગ સાથે સફેદ રંગના ટી-શર્ટ સાથે ‘1’ અને પૃથ્વીનું નામ લખેલું છે.

જણાવી દઈએ કે પૃથ્વી અંબાણી 10 ડિસેમ્બર 2021ના રોજ એક વર્ષના થતાં આ ખાસ પ્રસંગ અંબાણી પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં તેમના પૈતૃક ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની ઘણી ઝલક સામે આવી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *