દેશ ભક્તિની અનોખી મિસાલ! રશિયા સાથે યુદ્ધમાં યુક્રેનનીઆ મહિલાજે કર્યું જાણીને ચોકી જાસો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વમાં શું માહોલ છે એક તરફ જ્યાં આખું વિશ્વ કોરોના માહામારી સામે લડી રહ્યું છે તેવામાં બીજી તરફ હવે જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં આખા વિશ્વ પર ત્રીજા વિશ્વ યુદ્ધ નો માહોલ છે. આખું વિશ્વમા આ યુદ્ધ ના કારણે ડર અનુભવી રહ્યું છે.

જો કે યદ્ધ ના કારણે સૌથી ખરાબ હાલ યુક્રેન નો છે જ્યાં એક તરફ અમેરિકા અને નાટો દેશ દ્બારા યુક્રેનને મદદ ની વાત કરવામાં આવી હતી પરંતુ યુદ્ધ શરૂ થયા પછી હાલમાં યુક્રેન એકલું પડી ગયું હોઈ તેમ લાગી રહ્યું છે. તેવામાં એક તરફ રશિયા ની તાકાતવર અને વિશાળ સેના છે તેવામાં બીજા તરફ યુક્રેનની નાની સેના રશિયા નો સામનો કરી રહી છે.

યુદ્ધ શરૂ થયા ત્યારથી જ રશિયા યુક્રેન પર હુમલાવર છે અને યુક્રેન ના અનેક વિસ્તાર પર પોતાનું નિયંત્રણ સ્થાપેલુ છે તેવામાં હવે રશિયા ના સૈનિકો યુક્રેનની રાજધાની કિવ્ પાસે પણ પહોંચી ગયા છે. તેવામાં યુદ્ધથી સૌથી ખરાબ હાલ યુક્રેનનિ આમ જનતા નો છે. લોકો પોતાના દેશ અને ઘર છોડવા મજબૂર છે અને આસપાસ ના દેશમાં શરણ લીધી છે.

આ સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ અને સેના દ્વારા રશિયા ની વિશાળ સેનાનો સામનો કરવા માટે હવે યુક્રેન ની આમ જનતા ની મદદ માંગી છે આપણે સૌ જાણીએ છિએ કે રશિયા સામે યુક્રેનની સેના ઘણી નાની છે. તેવામાં હવે દેશ માટે યુક્રેનના સામાન્ય લોકો પણ રશિયા ની તાકાત્વાર સેના સામે લડવા તૈયાર છે જેને લઈને હાલમાં એક ફોટો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે આ ફોટા માં એક સુંદર મહિલા હાથમાં ગન પકડેલી જોવા મળે છે જો વાત આ મહિલા અંગે કરીએ તો તે સુંદર મહિલા યુક્રેનની સાંસદ છે જેનું નામ કિરા રુડિક છે કે જેઓ દેશવાસીઓ નો જુસ્સો વધારવા માટે અને દેશ પ્રત્યે પોતાની રાષ્ટ્ર ભક્તિ બતાવવા ગન લઈને પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર સેર કર્યો છે અને લોકો ને પણ દેશ રક્ષા માટે આગળ આવવા જણાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.