Categories
Entertainment

નવાઝુદ્દીન સિદ્દકીનો જીવન સંઘર્ષ જાણી તમે પણ થઇ જશો ભાવુક ! આટલી ગરીબીમાં જીવન જીવી કરી આટલી મેહનત કે હવે કરોડપતિ…

મિત્રો બૉલીવુડમાં હાલ એવા ઘણા બધા કલાકારો છે જે પોતાની મેહનત અને સંઘર્ષ કરીને સિનેમા જગતમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે, એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક એવા મશહૂર અભિનેતા વિશે જણાવાના છીએ જેણે સિનેમા જગતમાં પોતાનો લોહો બંધાવી દીધો છે.

આ અભિનેતા બીજું કોઈ નહિ પણ નવાઝુદીન સિદ્દકી છે, આ અભિનેતાને દેશમાં સૌ કોઈ ઓળખે જ છે. આ અભિનેતાએ પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષો કરીને પોતાનું આ મુકામ હાંસલ કર્યું છે. જણાવી દઈએ કે આ અભિનેતાનો જન્મ 19મેં 1974ના રોજ ઉત્તરપ્રદેશના મુઝ્ઝફર નગરમાં થયો હતો. નાનપણથી જ આ નવાઝુદીનને અભિનેતા બનવાનું ભૂત સવાર હતું.

ગરીબ પરિવારમાં જન્મેલ નવાઝુદીન પર એક્ટિંગની વાતને લઈને સૌ કોઈ હસતું હતું પણ નવાઝુદિને પોતાની મેહનત ન છોડી. જણાવી દઈએ કે આ અભિનેતાએ પોતાનો અભ્યાસ હરિદ્વારમાં પૂર્ણ કર્યો હતો, આ અભિનેતાએ ગુરુકુળ કંગરીમાં બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જે પછી તેઓ ગુજરાત આવી ગયા હતા અહી તે વડોદરામાં કૈમીસ્ટ તરીકેની નોકરી કરવા લાગ્યા હતા. પણ તેઓની અંદર એક્ટર બનાવની લલતો એમનામ જ હતી.

આથી તેને નોકરી છોડીને નેશનલ સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું હતું અને પોતાનો ખર્ચ કાઢવા માટે સાથો સાથ તેઓ બિલ્ડીંગની ચોકીદારી તરીકેનું પણ કામ કરતા હતા. તેઓએ જીવનમાં સતત ને સતત મેહનત કરતા જ રહ્યા. તેઓ ઘણી ફિલ્મ માટે ઇન્ટરવ્યૂ પણ આપવા ગયેલા.

પણ તેઓના કરિયરની શરૂઆત 1999 માં આવેલી ફિલ્મ સરફરોશ દ્વારા થઈ હતી, જેમાં નવાઝુદિનને નેનો રોલ મળ્યો હતો પણ એવામાં નવાઝુદીનની અચાનક જ કિસ્મત ચમકી ગઈ અને તેને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ માં લીડ રોલ મળ્યો. આ ફિલ્મ નવાઝુદીન માટે સોનેરી સાબિત થઈ. આ ફિલ્મ બાદ આ અભિનેતાને ઘણી બધી ફિલ્મોમાં રોલ મળ્યા હતા અને આ અભિનેતાએ તેને સારી રીતે ભજવ્યા પણ હતા, જે પછી હવે તમે જોઈ જ શકો છો કે આ અભિનેતા કેટલો મોટો બની ગયો છે.

Categories
Entertainment

કેટરીના કૈફ અને વિક્કી કૌશલે શા માટે પોતાના લગ્નને છેલ્લે સુધી ગુપ્ત રાખ્યા ? ખુદ અભિનેત્રીએ જણાવી દીધી આ હકીકત…જાણો પુરી વાત

બોલીવુડનું જો સૌથી વધારે ફેમસ કપલ વિશે વાત કરવામાં આવે તો તેમાં કેટરીના કેફ અને વિક્કી કૌશલની જોડીનો સમાવેશ પેલા થાય છે. એવામાં તેઓના લગ્ન સમયની વાત કરવામાં આવે તો ત્યારે આ કપલ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચિત કપલ રહી ચૂક્યું હતું કારણ કે રોજબરોજના અનેક એવી લગ્નને લઈને ખબરો સામે આવતી કે જે ખુબ દિલચસ્પ હોવાની સાથો સાથ ચાહકોને ખુબ વધારે પસંદ આવતી હતી.તમે જાણતા જ હશો કે કેટરીના કેફ અને અભિનેતા વિક્કી કૌશલે પ્રાઇવેટ રીતે લગ્ન કરી લીધા હતા.

હવે તેઓના લગ્નને એક વર્ષ થઇ ચૂક્યું છે, જણાવી દઈએ કે આ કપલે 9 ડિસેમ્બરના રોજ વર્ષ 2021માં રાજસ્થાનના એક આલીશાન હોટેલમાં લગ્ન સબંધે બંધાયા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની ગયા હતા, લોકો વારંવાર આ લગ્ન અંગેની જ ચર્ચા કરતા હતા.કેટરીના અને વિક્કી કૌશલે અચાનક જ લગ્ન કરી લેતા ચાહકો આશ્ચર્યમાં જ મુકાયા હતા. એવામાં હવે ચાહકો એ જાણવા ખુબ ઉત્સુખ છે કે શા માટે વિક્કી કૌશલ અને કેટરીના કેફે આટલા ગુપ્ત રીતે લગ્ન કરી લીધા?

તો આ અંગે એક મોટો ખુલાસો થયો છે જે અમે આજે જણાવાના છીએ.કેટરીના કેફે પોતાના આ સિક્રેટ લગ્ન અંગેનું કારણ પોતે જ જણાવી દીધું છે, એક ફિલ્મ ફેર એવોર્ડના પ્રોગ્રામ દરમિયાન કેટરીનાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેણે શા માટે આટલી ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, તો આ સવાલનો જવાબ આપતા કેટરીનાએ જણાવ્યું હતું કે તે સમયે covid 19 ચાલી રહ્યો હતો જેની અસર તેના પરીવારના ઘણા બધા લોકોને થઇ હતી આથી તેઓએ કોવિડના નિયમોને ખુબ સિરિયસલી લીધા.

આ કારણેને લીધે જ કેટરીના-વિક્કીએ પોતાના લગ્નમાં સાવ ઓછા મેહમાનોને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. હાલ આ કપલ અંગે એવી પણ અફવા ફેલાઈ રહી છે કે તેઓ થોડાક જ સમયમાં એક બાળકના માતા-પિતા બનવાના છે.કેટરીના અને વિક્કીના લગ્નને વર્ષ થતા તેઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર પર એક ખુબ ક્યૂટ તસ્વીર શેર કરી હતી જેમાં ચાહકોએ ખુબ પ્રેમ વરસાવ્યો હતો.

Categories
Entertainment

સલમાન ખાન સાઉથની આ સુંદરી અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે ? જાણો કોણ છે આ અભિનેત્રી ? ખબર સાચી કે અફવા? જાણો પુરી વાત

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જ્યારે પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવામાં આવે ત્યારે જો કોઈ સફળ અભિનેતા વિશે વાત કરવામાં આવે તો ત્યારે આપણા મોઢા પર પેહલા સલમાન ખાનનું જ નામ આવશે. 90 ના દાયકાથી લઈને સલમાન ખાને ચાહકોના મનમાં પોતાની એક અલગ છાપ જ ઉભી કરી દીધી છે કે લોકો તેના હાલ જબરા ફેન થઇ ચુક્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર સલમાન ખાનને લઈને અનેક એવી અફવાઓ ફેલાતી રહે છે જેનાથી આપણે વંચિત હોઈએ છીએ.

વિક્કી-કેટરીનાના લગ્ન વખતે સલમાન ખાન સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચિત બન્યા હતા કારણ કે કેટરીના કેફ તેઓની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકેલી છે. એવામાં ભાઈજાનના અનેક એવા અફેરની અફવાઓ સોશીયલ મીડિયા પર ચાલતી જ રહેતી હોય છે પરંતુ હાલ એક ટ્વીટરટ પર ટ્વીટ ખુબ વાયરલ થઇ રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પૂજા હેગડેને ડેટ કરી રહ્યા છે.આ ટ્વીટમાં એમ પણ જણાવામાં આવ્યું હતું કે આવનાર બે ફિલ્મોમાં પૂજા હેગડે અને સલમાન ખાન સાથે કામ કરતા હોવાને લીધે બંને એક બીજા સાથે સમય વિતાવી રહ્યા છે.

હવે આ ખબરમાં કેટલું સાચ્ચું છે તે કોઈ નથી જાણતું. આ ટ્વીટ વાયરલ થતા અમુક લોકોએ ટ્વીટ કરનારની મજાક ઉડાવી હતી જયારે અમુક યુઝરોતો આને સાચ્ચું સમજી ગયા હતા.ટ્વીટર પર આ ટ્વીટ ઉમેર નામના યુવકે કર્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મની સાથી અભિનેત્રી પૂજા હેગડેને સલમાન ખાન સાથે પ્રેમ થઇ ચુક્યો છે અને હાલ બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.ટ્વીટર પર ટ્વીટ કરતા તેણે જણાવ્યું કે ‘ટાઉનમાં નવું કપલ આવી ગયું છે.’

ઉમૈરના ટ્વીટ વાયરલ થતા જ સલમાન ખાનના ચાહકોએ પ્રતિક્રિયાની વરસાદ કરી હતી. અમુક લોકો આને અફવા કહી રહ્યા છે જ્યારે અમુક લોકો આ ટ્વીટને સાચી પણ માની રહ્યા છે. સલમાન ખાનના અંગત જીવન વિશે વાત કરીએ તો સલમાન ખાન કેટરીના, એશ્વર્યા રાય બચ્ચન, લુલિયાના જેવી અનેક અભિનેત્રીઓ સાથે તેઓનું નામ જોડાય ચૂકેલું છે.

Categories
Entertainment

આશિકી 3 માં આદિત્ય રોય કપૂર નહીં પણ આ દિગ્ગ્જ અભિનેતા ભજવશે પોતાનો રોલ ! અભિનેત્રી પણ આ હશે…જુઓ તસ્વીર

તમે જાણતા હશો કે 90 ના દાયકાની ફિલ્મ આશિકીએ તે સમયમાં લોકોના દિલો પર રાજ કર્યું હતું, આ ફિલ્મી ફક્ત સ્ટોરી જ નહીં પરંતુ ફિલ્માં ગીતોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સિક્વલ ‘આશિકી 2’ બનાવામાં આવી હતી જેણે તો આખી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જાણે તહેલકો જ મચાવી દીધો હોય તેવી સ્થિતિ ઉભી કરી દીધી હતી.વર્ષ 2013 માં રિલીઝ થયેલી આશિકી 2 એ બોક્સઓફિસ પર સુપરહિટ ફિલ્મ રહી હતી.

એવામાં આશિકી 2 ફિલ્મી જબરી સફળતા જોયા બાદ ફિલ્મના ડાયરેક્ટરે આશિકી 3નું પોસ્ટર શેર કર્યું છે અને જણાવ્યું છે કે તેમાં હીરો તરીકે કાર્તિક આર્યન રહેશે. આ ફિલ્મમાં લીડ કરનાર કાર્તિક આર્યન સાથે કઈ અભિનેત્રી જોડી જમાવશે તે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.અમુક લોકોનું માનવું છે કે આ ફિલ્મમાં ફરી એક વખત શ્રધા કપૂર જ જોવા મળશે. તમે જાણતા જ હશો કે આશિકી 2માં આરોહીનું પાટ શ્રધા કપૂરે બખૂબી નિભાવ્યું હતું.

એવામાં સોશિયલ મીડિયા પર ચાલી રહી આવી અટકળોને ધ્યાનમાં રાખીને ફિલ્મના પ્રોડ્યુસરે લીડ એક્ટ્રેસ અંગે એક મોટો ખુલાસો કરી દીધો છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરતા મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે આ ફિલ્મમાં અમે કાર્તિક આર્યન સાથે કોઈ વિરુદ્ધ જ અભિનેત્રીને લાવવા માંગીએ છીએ. આ કાર્ય કરવા માટે ફિલ્મના ડાયરેક્ટ અને પ્રોડયુસર ખુબ મેહનત કરી રહ્યા છે કારણ કે હાલ તેઓ આ ફિલ્મ માટે એક નવો ચેહરો જ લાવવા માંગે છે જે દર્શકોને વધારે મનોરંજન આપે.

પ્રોડ્યુસર મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે આ ફિલ્મની સ્ક્રિપટ લખવાની શરૂઆત થઇ ચુકી છે અને આવતા વર્ષમાં જ આ ફિલ્મની શૂટિંગ કરી. હવે દિલચસ્પ વાત તો એ રહેશે કે આ ફિલ્મ માટે કઈ અભિનેત્રીની પસંગી કરવામાં આવશે. પોસ્ટર અને લોકોનો ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ ખુબ જ ધમાકેદાર રહેશે અને લોકોને જોવી પણ ગમશે.

Categories
India

આશિષ વિધાર્થીના બીજા લગ્નને લઈને તેમની પેહલી પત્નીનું દુઃખ છલકાયું ! આવી દુઃખદ પોસ્ટ શેર કરી બતાવ્યું દુઃખ…જુઓ

વર્તમાન સમયના તમે સમાચાર જોયા હશે તો તમને ખબર જ હશે કે બૉલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા દિગ્ગ્જ કલાકર એવા આશિષ વિધાર્થીએ 60 વર્ષની વયે બીજી વખત લગ્ન બંધનમાં બઁધાયા હતા. આવા સમાચાર આવતા જ ફક્ત આશિષના ચાહકો જ નહીં પણ તેમની પેહલી પત્ની પીલૂ વિધાર્થીને પણ ખુબ મોટો આંચકો લાગ્યો હતો,એવામાં તેમની પેહલી પત્નીએ આ અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

newstrend.news

તેઓએ પોતે ભાવુક વાત જણાવતા જણાવતા એવી વાતો કહી દીધી હતી કે સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ભાવુક થયું હતું.આશિષના લગ્નના સમાચાર આવતા જ આશિષની પેહલી પત્ની રાજોશીએ ઇન્સ્ટાગ્રામ પર એવી એવી પોસ્ટ કરી દીધી હતી કે જેના દ્વારા સાબિત થઇ રહ્યું હતું કે રાજોશી પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. પોતે દુઃખ જાહેર કરતી સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

newstrend.news

તેની પોસ્ટમાં રાજોશીએ લખ્યું હતું કે ‘સાચ્ચા વ્યક્તિ ક્યારેય તમને એમ નહીં પૂછે કે એના માટે તમે કેટલું મહત્વ ધરાવો છે, તે એ જ કરશે જે તેને મહત્વપૂર્ણ હોય અને તમને તકલીફ પોંહચાડશે,આ યાદ રાખજો.’ જયારે આવી જ દુઃખ ભરી પોસ્ટમાં રાજોશીએ લખ્યું હતું કે ‘બની શકે કે પોતાના વિચારના આધારે આવો નિર્ણય લીધો હોય, આ પણ હોય શકે છે કે તમારા મગજમાં સ્પષ્ટતા ન હોય તમે જ અસ્પષ્ટ હોવ.’

newstrend.news

આવી અનેક દુઃખ ભરી પોસ્ટ આશિષ વિધાર્થીની પેહલી પત્નીએ કરી હતી જેમાં સોશિયલ મીડિયા યુઝરોએ પ્રતિક્રિયા આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આશિષ અને રાજોશીના લગ્નને ઘણા સમય થઇ ગયા છે એવામાં તેઓના તલાક અંગેની પણ કોઈ ખબર આવી નથી. તેમના દીકરાની ઉંમર 23 વર્ષ છે. આશિષના આવા કારનામા બાદ રાજોશીએ પોતાનું દુઃખ શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને પોતાની ભાવનોઓને સ્પષ્ટ કરી હતી.

newstrend.news

આશિષ વિધાર્થીના બીજા લગ્ને તેમના સંતાનને પણ ખુબ વધારે પ્રભાવિત કર્યા છે, આવીસ્થિતિ માં પરિવારના સદસ્યો વચ્ચે સંવેદનશીલતા અને સંદેહ પણ વધી શકે છે આથી જ પરિવારના દરેક સભ્યો વચ્ચે સંવેદના અને ચર્ચા વિચારણા છે. તમને જણાવી દઈએ કે આશિષની હાલની પત્ની કોલકાતાની અંદર વ્યાપર કરી રહી છે.

Categories
Entertainment

રણબીર માટે આલિયા ભટ્ટ થઇ ખુબ રોમાન્ટિક, સ્ટેજ પર જ કરી દીધું આવું કામ કે વિડીયો થઇ રહ્યો છે ખુબ વાયરલ..જુઓ વિડીયો

બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ અને સુપર કૂલ અભિનેતા રણબીર કપૂરની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રણબીર-આલિયાના ફોટા અને વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જ્યાં ચાહકો બંને પર પ્રેમ વરસાવે છે. રણબીર-આલિયા હાલમાં જ મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ઘણી વાતો કરી હતી અને આ દરમિયાન આલિયાએ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું કેસરિયા ગીત પણ ગાયું હતું, પરંતુ આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું કે વીડિયો વાયરલ થઈ ગયો.

વાસ્તવમાં વાયરલ ભિયાનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આલિયા ભટ્ટ પતિ રણબીર સાથે ઇવેન્ટમાં બેઠી છે અને પાપારાઝીના કહેવા પર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું કેસરિયા ગાય છે. જોકે, ગીત ગાતી વખતે આલિયા ગીતના શબ્દો ભૂલી જાય છે, જેના પર રણબીર અને પાપારાઝી તેને યાદ કરાવે છે. જે પછી તે ગીત પૂરું કરે છે. આલિયા તેના જ સુપરહિટ ગીતના બોલ ભૂલી જવા માટે પણ ટ્રોલ થઈ રહી છે.

આલિયાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. જ્યારે ‘જી લે ઝરા’માં આલિયા કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ તમામ પ્રોજેક્ટ સિવાય આલિયા ભટ્ટ હોલિવૂડની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં પણ જોવા મળશે. તે જ સમયે, એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 પણ આ યાદીમાં સામેલ છે.

રણબીરના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે બ્રહ્માસ્ત્ર પહેલા શમશેરામાં જોવા મળ્યો હતો. રણબીરના ખાતામાં લવ રંજન દ્વારા દિગ્દર્શિત શ્રદ્ધા કપૂર સાથેની એક ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મનું નામ છે ‘તુ જૂઠી મેં મક્કર હૈ’. તે જ સમયે, રણબીર કપૂર પણ ફિલ્મ એનિમલમાં પોતાનો ચાર્મ ફેલાવતો જોવા મળશે. રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના એનિમલમાં જોવા મળશે. થોડા સમય પહેલા રશ્મિકા સાથે રણબીરની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
Entertainment

બ્ર્હમાસ્ત્ર ફિલ્મમાં ખૂંખાર દેખારી મૌની રોય અસલ જીવનમાં એટલી હોટ અને બોલ્ડ છે કે તેની આ તસવીરો જોઈ તમે પાણી પાણી થઇ જશો…જુઓ તસ્વીર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સારો એવો વકરો કર્યો હતો,જેની પાછળ અનેકે જવાબદાર કારણો છે. આ ફિલ્મમાં મોની રોયે પોતાની ભૂમિકા એટલી જોરદાર રીતે ભજવી કે લોકોને હિરોઈન કરતા વધારે વિલન ગમા લાગી હતી. નાગિન સિરિયલ દ્વારા ફેમસ થયેલ મોની રોય અસલ જીવનમાં ખુબ વધારે સુંદર છે અને એટલું જ નહીં તે અવારનવાર અનેક એવી બોલ્ડ તસવીરો શેર કરતી જ રહે છે જેને જોયા બાદ તેના ફેન્સના પણ હોશ ઉડી જતા હોય છે.

એવામાં હાલ આ અભિનેત્રીએ પોતાના એકાઉન્ટ પર ખુબ બોલ્ડ તસવીરો શેર કરી છે જેને જોયને સોશિયલ મીડિયા પર સૌ કોઈ તેનું દીવાનું બન્યું છે.અભિનેત્રીએ હાલમાં જ પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની અનેક તસવીરો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસવીરોમાં જોઈ શકાય છે કે ગુલાબી રંગની બ્રામાં દેખાય રહી છે જ્યારે તેણીએ નીચે રેશમનું કપડું બાંધેલું હોય તેવું નજરે પડી રહ્યું છે.

આ તસવીરો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે ધૂમ મચાવી રહી છે.મૌની રોય ભારતીય ટેલિવિઝન જગતની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. અમે તેને ઘણી સિરિયલોમાં અભિનય કરતા જોયા છે. તેણે પોતાના અભિનયથી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લોકો તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરે છે. મૌની સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે.

તે તસવીરોમાં એટલી ખુલાસો કરી રહી છે કે ચાહકોને તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. તસવીરોમાં તેનો મેકઅપ પણ શાનદાર લાગે છે.ફોટામાં તેના કપડા કરતા તેની સ્ટાઈલ વધુ સિઝલિંગ છે, જેને જોઈને ચાહકોને વિશ્વાસ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મૌનીની સુંદરતાનો જાદુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

Categories
Entertainment

દ્રિશ્યમ 2′ ફેમ એવી ઈષ્ટા દત્તાએ કરાવ્યો સોલો ફોટોશૂટ ! એવા એવા પોઝ આપ્યા કે જોઈને તમે પણ પીઘળી જશો…જુઓ આ ખાસ તસવીરો

બૉલીવુડની સુપરહિટ ફિલ્મ એવી ‘દ્રિશ્યમ 2’ તો તમે જોઈ જ હશે. જેમાં અજય દેવગન સહિતના અનેક એવા મોટા કલાકારોએ પોતાનો રોલ અદા કરીને આ ફિલ્મને ખુબ લાજવાબ બનાવી હતી. એવામાં તમને જણાવી દઈએ કે ‘દૃશ્યમ’ ફેમ અભિનેત્રી ઇશિતા દત્તાના ઘરે થોડાક જ દિવસોમાં એક નવા મેહમાનની પધરામણી થવાની છે. અભિનેત્રીનો પતિ વત્સલ શેઠ જે ઘડીનો વર્ષોથી રાહ જોઈ રહયા હતા તે હવે ખતમ થઇ છે કારણ કે થોડાક જ દિવસોમા અભિનેત્રી પોતાના સંતાનને જન્મ આપવાની છે,

અભિનેત્રી ઇશિતાના મોઢા પર પ્રેગ્નેન્સી ગ્લો પણ સાફ સાફ નજરે ચડી રહ્યો છે, તમને જણાવી દઈએ કે ઇશિતા હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નેન્સી જર્નીને ખુબ ખુલ્લીને તેનો આનંદ ઉઠાવી રહી છે, બેબીમુંથી લઈને ગોદભરાઈની રસમોંને પણ અભિનેત્રી પોતાની યાદોમાં કેદ કરવા માંગે છે, એવામાં ઇશિતાએ વર્તમાનમાં જ સોલો ફોટોશૂટ કરાવ્યો હતો જેની તસવીરો તથા અનેક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

લવન્ડર રંગના કપડાં પેહ્રીને ઓફ શોલ્ડર, એન્કલ લેન્થ ડ્રેસ પેહ્રીને આ અભિનેત્રીએ પોતાનો બેબી બંમ્પ બતાવ્યો હતો. જોઈ શકાય છે કે અભિનેત્રીએ તેના જ મેચિંગ ઈયરિંગ્સ તથા પોતાના વાળને હલકા હલકા કર્લ પણ કરેલા છે જેના લીધે અભિનેત્રીનું રૂપ વધારે નિખરી રહ્યું છે, ફેરી ટેલ વળી થીમમાં કરાવેલ આ પ્રકારનું ફોટોશૂટમાં અભિનેત્રી ખુબ વધારે ખુશ દેખાય રહી છે. ઇશિતાએ આ તસવીરો શેર કર્તાની સાથે સુંદર એવું કેપશન પણ લખ્યું હતું ‘બસ તારી જ રાહ જોવ છું.’

ફિલ્મથી પ્રખ્યાત બનેલી આ અભિનેત્રીને હાલ દરેક લોકો ઓળખતા થયા છે, એટલું જ નહીં અભિનેત્રીના સોશિયલ મીડિયા પર ચાહકો પણે એટલા બધા છે કે અભિનેત્રી પોતાની કોઈ પણ તસ્વીર કે વિડીયો શેર કરે તેની સાથે જ તે ઘડીકમાં વાયરલ થઇ જતો હોય છે, જો વરકફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી વર્ષ 2022 માં દૃશ્યમ 2માં જોવા મળી હતી.