મિત્ર જ બન્યો હત્યારો,મિત્ર એ જ કરી નાખી બીજા મિત્ર ની હત્યા,કારણ જાણી ને ફાટી જશે આંખો.જાણો વિગતે.
આજના જમાનામાં ખૂબ જ બહોળા પ્રમાણ માં મારામારી ના કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો નાની નાની વાતો માં મારામારી પર ઉતરી આવે છે. મારામારી ની ધટના ક્યારેક હત્યા માં પરિણમતી હોય છે. ક્યારેક હત્યા કરવાનું કારણ જાણી ને પણ આપડી આંખો ફાટી જાય છે.
એવી જ એક ધટના હત્યા ની સામે આવી છે. જેમાં એક મિત્ર એ જ તેના મિત્ર ની હત્યા કરી નાખી છે. દહેગામ નાં વાસના રાઠોડ ગામમાં રહેતા ૨૪ વર્ષીય પાર્થ ની હત્યા તેના જ મિત્ર ચિરાગે કરી નાખી છે. હત્યા કરવાનું કારણ જાણી ને પણ ચોંકી જવાય છે. સાવ નાની એવી વાત માં હત્યા કરી નાખવાની વાત સામે આવી છે. પાર્થ જમીન દલાલી અને ફાયનાન્સ નું કામ કરતો હતો.
પાર્થ ૪ મે ના રોજ બિલાસિયા ગામે એક પ્રસંગ માં ગયો હતો. પાર્થ રાત થવા છતાં પણ ઘરે પરત ફર્યો ન હતો. ઘર ના લોકો એ પાર્થ ની શોધખોળ શરૂ કરી. શોધખોળ કરતા અમિયાપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી પાર્થ નો મૃતદેહ મળ્યો હતો. આ બાબત ની જાણ પોલીસ ને થયા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે ચિરાગ કેં જે પાર્થ નો મિત્ર હતો તેને જ પાર્થ ની હત્યા કરી નાખી છે. ચિરાગ ને શક હતો કે ચિરાગ ની પત્ની અને પાર્થ ને આડા સંબંધ છે. બાદ ચિરાગ ધટના ના દિવસે પોતાનું એક્ટિવા લઇ ને એનાસન ગામે ગયો અને ત્યાંથી ચિરાગ ની કાર માં ટીમલી હનુમાન દાદા ના મંદિરે ગયા હતા.
બાદ બનેં એનાસન ગામે આવી ગયા હતા. બન્ને મિત્રો ને રોજ કેનાલ પર બેસવા જવાની ટેવ હતી. ઘટના નાં દીવસે પણ બન્ને કેનાલ પર બેસ્યા હતા. અને બન્ને વચ્ચે બોલાચાલી થય. બાદ માં ચિરાગે પાર્થ ને કેનાલ માં ધક્કો મારી દીધો હતો. અને પાર્થ ની કાર ને સળગાવી દીધી હતી. પોલીસે આ મામલે ચિરાગ ની ધરપકડ કરી ને વધુ તપાસ કરી રહ્યા છે. પાર્થ ના પરિવારે જુવાન દીકરો ખોય બેસતા પરિવાર ના માથે મહામુસીબત આવી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!