Categories
India

જગતના તાતને સલામ છે ! આ ખેડૂત પોતાના જ ખેતર માટે બની ગયો ભાલુ, કારણ જાણી તમને પણ આંચકો જ લાગી જશે…આવું શા માટે ?

ખેડૂતને આપણા જગતનો તાત ગણવામાં આવે છે કારણ કે જો એક ખેડૂત પોતે ખેતી કરશે તોજ આપણને શાકભાજી,અનાજ તથા ફળ-ફૂલ જેવી વસ્તુઓ મળી રહેશે બાકી જો તેવી વસ્તુઓ નહીં મળી રહે તો આપણું જીવન મુશ્કેલ બનશે. એક ખેડૂત બનવું સહેલું નથી કારણ કે દરેક વખતે ખેડૂતને પોતાના નસીબ પર ચાલવાનું રહેતું હોય છે, અમુક વખત કુદરતી રીતે તો અમુક વખત કુત્રિમ રીતે ખેડૂતોને કોઈને કોઈ મારો રહેતો જ હોય છે. એવામાં ઉત્તરપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સો એટલા એમાટે એટલો બધો અનોખો છે કારણ કે અહીં એક ખેડૂત પોતે ભાલુ બની જાય છે હવે તમને જાણતા નવાય લાગશે કે એક ખેડૂત પોતાના જ ખેતરમાં ભાલુ કેવી રીતે બની શકે અને શા માટે બન્યો હશે તો ચાલો તમને આ અંગે પુરી વાત જણાવીએ.સોશિયલ મીડિયા પર લખીમપુરના ખીરીના ખેડૂતનો આ જુગાડ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ભાલુ બનીને નજરે પડી રહ્યો છે. આવી તસવીરો સોશિયલ મીડિયા તથા વિડીયો વાયરલ થવા લાગ્યા તો દરેક સોશિયલ મીડિયા યુઝરોએ અનોખી અનોખી પ્રતિક્રિયા આપી હતી.

તમને જણાવી દઈએ કે આ ખેડૂતનું નામ ગજેન્દ્રસિંહ છે જે પોતાની શેરડીની ખેતીને બચાવા માટે આવી ભાલુના કપડા પેહરી લીધા છે અને ખેતરની રખવાળી કરી રહયા છે. આવું તેવી કપિરાજના ત્રાસથી કરતા હોય તેવું સામે આવ્યું છે, જાણવા મળ્યું હતું કે આ ઇલાકામાં 40 થી 45 જેટલા કપિરાજો આટા ફેરા મારી રહયા છે જે ખેતીને ખુબ નુકશાન પોહચાડી રહ્યા છે, આથી આ અંગેની અનેક અધિકારીઓને જાણ પણ કરી હતી તેમ છતાં કોઈ પ્રકારનો ઉકેલ ન આવતા ગજેન્દ્ર સિંહે આ સમસ્યાનું પોતે જ સમાધાન કરવાનું વિચારી લીધું હતું.

આથી આ બાદ ગજેન્દ્ર સિંહે 4000 રૂપિયાનો ખર્ચ કરીને ભાલુના આ પોશાકને ખરીદ્યો હતો અને પોતે જ ખેતરની રખવાળી કરવામાં લાગી ગયા, આ તસવીરો તથા વિડીયો વાયરલ ‘પ્રભાગીય વન અધિકારી’ સંજય બિસ્લાએ જણાવ્યું હતું કે તેવો ખેડૂતોને આશ્વાસન આપે છે કે ખેડૂતોની આ સમસ્યાનું તેઓ જલ્દીથી નિરાકરણ લાવશે અને જેમ બને તેમ કપિરાજ ખેતરને નુકશાન નહિ પોંહચાડે તેવા પુરા પ્રયત્ન કરશે.

Categories
Entertainment

ધોધમાર વરસાદમાં આ પ્રેમી પંખીડાએ રસ્તા પર એવી રીતે મજા માણી કે તમે જોતા જ રહી જશો !! જુઓ વિડીયો

મિત્રો હાલ તો તમને ખબર જ હશે કે આપણા દેશના અનેક એવા દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ જામી ગયો છે એવામાં ગુજરાત રાજ્યમાં પણ વરસાદની શરૂઆત થઇ ચુકી છે. વરસાદ આવતાની સાથે જ લોકોમાં ખુશીની લહેર ઉઠતી જોવા મળી હતી કારણ કે વરસાદને કારણે કાળઝાળ ગરમી માંથી ખુબ મુક્તિ મળી છે એટલું જ નહીં અનેક ખેડૂતો માટે વાવણી કરવા લાગ્યા હતા. એવામાં પેહલા વરસાદને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ખુબ ડીઈઓ પોતાના ઇન્સ્ટા સ્ટોરી અથવા તો સ્ટેટ્સ દ્વારા શેર કરતા જ રહેતા હોય છે.

એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઇ જશે. આમ તો તમે જાણતા જ હશો કે જયારે પણ ભારે વરસાદ આવે ત્યારે નાના બાળકો તેમાં ન્હાવાનું પસંદ કરતા હોય છે અને વરસાદની ખુબ મજા માણતા હોય છે.પણ હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કોઈ બાળકો નહીં પરંતુ એક કપલનો વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જે શરૂ વરસાદમાં જ રસ્તા પર ખુબ જોરદાર ડાંસ કરી રહ્યા છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રેમી કપલ પોતે રસ્તા પર જ ડાંસ કરતું જોવા મળી રહ્યું છે, યુવક યુવતીનો કપલ ડાંસ એટલૂં મસ્ત છે કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને દરેક સોશિયલ મીડિયા યુઝરોના મોઢે ફક્ત એક જ શબ્દ છે કે બસ જીવનમાં આવા મોમેન્ટ જોવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક તથા યુવતી ખુબ સારી રીતે એકબીજાની સાથે કપલ ડાંસની મજા માણી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોને ટ્વીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે પરંતુ જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પણ એટલી જ ધૂમ મચાવી રહ્યો છે જેટલો ટ્વીટરટ પર.વાયરલ થઇ રહેલ આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોના મનમાં ફક્ત એક જ શબ્દ હતો કે ‘બસ પોતાના જીવનમાં આવી મોમેન્ટ કરવી છે.’ જયારે બીજા સોશિયલ મીડિયા યુઝર જણાવે છે કે ‘ખરેખર આપણે આમ જ રેહવું જોઈએ.’

Categories
India

‘દિલ સે બુરા લગતા હૈ’ ડાયલોગથી સોશિયલ મીડિયા પર ફેમસ થયેલ દેવરાજ પટેલનું દુઃખદ નિધન ! સોશિયલ મીડિયા પર હતો ખુબ ફેમસ. થયું આવું……

છત્તીસગઢના કોમેડિયન અને પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલ (દેવરાજ પટેલ મૃત્યુ સમાચાર) નું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. દેવરાજ પટેલ ઈન્સ્ટાગ્રામ પર તેમના ‘દિલ સે બૂરા લગતા હૈ ભાઈ’ ડાયલોગ માટે પ્રખ્યાત થયા હતા. તેણે પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સાથે પણ કામ કર્યું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજ પટેલના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

ANI સાથે વાત કરતા સિવિલ લાઇન પોલીસના મનોજ ધ્રુવે જણાવ્યું હતું કે, “દેવરાજ પટેલનું એક ટ્રક સાથે અકસ્માતમાં મોત થયું હતું. તેની સાથે તેનો મિત્ર પણ હતો. અમને મળેલી માહિતી અનુસાર, તેઓ વીડિયો બનાવીને રાયપુરથી આવી રહ્યા હતા. દરમિયાન, અકસ્માત થયો. ટ્રક અમારી કસ્ટડીમાં છે અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. દેવરાજનો મિત્ર હવે સ્થિર છે, તેને મોટી ઈજાઓ થઈ નથી.”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, દેવરાજ એક કોમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યો હતો, જ્યાં તેની ટ્રક સાથે ટક્કર થઈ.છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું કે, ‘દિલ સે બુરા લગતા હૈ’ દ્વારા કરોડો લોકોમાં પોતાનું સ્થાન બનાવનાર દેવરાજ પટેલ આજે આપણને છોડીને ચાલ્યા ગયા. આટલી નાની ઉંમરે અદભૂત પ્રતિભા ગુમાવવી એ ખૂબ જ દુઃખદ છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ:

ભૂપેશ બઘેલે દેવરાજ પટેલ સાથેનો પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં દેવરાજ મજાક કરતા જોવા મળે છે અને મુખ્યમંત્રીની સાથે તેની કોમેડીથી અન્યોને હસાવતા જોવા મળે છે. આ વીડિયોની કોમેન્ટ્સમાં દેવરાજ પટેલના ફેન્સ તેમનો ફેમસ ડાયલોગ ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ લખીને તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. દેવરાજે તેમના મૃત્યુના કલાકો પહેલા સોમવારે બપોરે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી. પણ હું ક્યૂટ છું મિત્રો?” તેણે કૅપ્શનમાં પૂછ્યું.

Categories
Gujarat

નહી જીમ જાવું પડે નહી દવા લેવાનો વારો આવે, બસ સવારે ઉઠીને કરવાનું છે આ નાનકડું એવું કામ ! તંદુરસ્ત જીવન મળશે…જાણો પૂરી વાત

મિત્રો, આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં સ્વસ્થ શરીર એ જ સર્વસ્વ છે, તેમાં પણ ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ સ્વ. શારીરિક તંદુરસ્તી કોઈ ખજાનાથી ઓછી નથી. સ્વસ્થ શરીર એ દરેક વ્યક્તિનું ઘર છે. આમાં પણ કોરોનાએ આપણા જીવનમાં દસ્તક આપી છે, ત્યારથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને સતત ચિંતિત છે. તેથી, આપણા પ્રાચીન પુરાણો અને શાસ્ત્રોમાં, તંદુરસ્ત જીવન મેળવવા માટે ઘણી પદ્ધતિઓ બતાવવામાં આવી છે, આ પદ્ધતિઓ તમારા શરીરમાંથી રોગો દૂર કરે છે, પરંતુ સાથે જ તે તમારા શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.

વર્તમાન સમય આધુનિક અને ઝડપી યુગ છે, વર્તમાન સમયમાં લોકોના જીવનમાં કામનો એટલો બધો ભાર છે કે તેઓ યોગ્ય સમયે ભોજન પણ લઈ શકતા નથી, તેમાં લોકો ઘરની બહારનું હેલ્ધી ફૂડ પસંદ કરે છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે બહારનો ખોરાક ઘરે બનાવેલો ખોરાક ખૂબ પૌષ્ટિક હોય છે. દરેક વ્યક્તિને જીવનમાં સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાક અને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.

આપણે જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પરનું પાણી મનુષ્ય માટે અમૃત સમાન છે. આમાં, આજે આપણે શરીર માટે ગરમ પાણીના ફાયદા વિશે માહિતી મેળવીશું. મિત્રો, જો તમે દરરોજ સવારે ઉઠીને કંઈપણ ખાધા-પીધા વગર એક ગ્લાસ હુંફાળું પાણી પીશો તો તમને ઘણો ફાયદો થશે. તો ચાલો આ વિશે વધુ જાણીએ.

વજન સંબંધિત સમસ્યા દૂર કરે છે:- આજકાલ લોકો ઘરનું ખાવા કરતાં બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે.મોટા થવાની ફરિયાદ રહે છે. જો તમે પણ શરીરના વધારાના વજનને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ, જેના કારણે તમારું વજન વધતું નથી અને નિયંત્રણમાં રહે છે.

શરદી અને ઉધરસમાં ઉપયોગી :- આપણે બધા જાણીએ છીએ કે વર્તમાન સમયમાં દરેક ઋતુ અનિશ્ચિત છે, વારંવાર બદલાતા હવામાનની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. જેના કારણે લોકોને શરદી અને કફ જેવી સમસ્યાઓ થાય છે, આવી નાની-નાની સમસ્યાઓને દૂર કરવામાં ગરમ ​​પાણી ખૂબ જ ઉપયોગી છે. માત્ર ગરમ પાણીનું સેવન કરવાથી તમને તાત્કાલિક રાહત મળશે અને આ પાણીનું દિવસમાં એકથી વધુ વાર સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે.

Categories
India

કરોડપતિ બનવું હોય તો કરજો ફક્ત આ શાકની ખેતી ! થોડાક જ વર્ષોમાં થઇ જશો કરોડપતિ…એક લાખ રૂપિયાની છે એક કિલો…એવી તો શું વિશેષતા છે ?

શાક વિશે જો વાત કરવામાં આવે તો શાકભાજી આપણા જીવનમાં માટે ખુબ મહત્વની માનવામાં આવે છે, એટલું જ નહીં દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં શાકભાજી તથા ફળફૂલને ખાતું રેહવું જોઈએ કારણ કે તેનાથી જ આપણી હેલ્ધી લાઇફસ્ટાઇલ બની રહે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા જ શાકભાજી વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય જ થશે.તો ચાલો આ અંગે તમને જણાવીએ.

આપણા સામાન્ય જીવન વિશે જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં આપણે સૌથી મોંઘામાં મોંઘી શાકભાજી 100 રૂપિયા હોય છે ત્યાં લોકો ત્રાહિમામ પોકારી જાય છે, એટલું જ નહીં આટલા રૂપિયાની અંદરો અંદર તો બીજી અનેક શાકભાજી આવી જતું હોય છે, પરંતુ આજ અમે તમને આ શાકભાજીથી પરિચિત કરાવા જઈ રહ્યા છે જેના ફક્ત એક કિલ્લોની કિંમત 1 લાખ રૂપિયા છે. આટલી બધી મોંઘી શાકભાજીની ખેતી વિદેશમાં નહીં પરંતુ આપણા જ દેશની અંદર થાય છે.

તમને જાણતા નવાય લાગશે કે આ શાકભાજીની ખેતી બિહારના ઓરંગદાબાદમાં અમરેશ સિંહ નામનો વ્યક્તિ કરે છે જે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી માનવામાં આવે છે. આ મોંઘામાં મોંઘી શાકભાજીનું નામ હાર્પ-શૂટ્સ કહેવામાં આવે છે. આવા અજીબો ગરીબ નામને લીધે જ કદાચ ઘણા બધા લોકોને આ શાકભાજી અંગેની પૂરતી માહિતી નથી.હવે આટલી મોંઘી શાકભાજી ખરીદતું કોણ હશે તે અંગે જો વાત કરવામાં આવે તો આવું શાકભાજી પણ ગણતરીના લોકો ખરીદતા હોય છે.

આ શાકભાજી એટલા માટે આટલી બધી મોંઘી છે કારણ કે આ શાકભાજીનો ઉપોયોગ બિયરમાં ફલૅવરિંગ એજેન્ટના રૂપમાં થાય છે તેમ જ હર્બલ મેડિસિન જેવી વસ્તુઓ બનાવ માટે અને એટલું જ નહીં શરીરના કેન્સર સેલ્સ પણ ખતમ કરી દે છે. આથી જ આ શાકભાજી વધારે મોંઘી છે અને તેના વિશે કોઈ જાણતું પણ નથી.

Categories
Gujarat India National

નીતા અંબાણીએ પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ પુરા વિશ્વને બતાવ્યો ! us ના ઉપરાષ્ટ્રપતિએ રાખેલ ડિનરમાં ગુજરાતી પટોળું પેહરીને પોહચ્યાં, કિંમત છે લાખોમાં….

નીતા અંબાણી તથા મુકેશ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો મુકેશભાઈ અંબાણીએ પોતાનું નામ આખા વિશ્વની અંદર શુમાર કરી નાખ્યું છે જયારે તેની સાથો સાથ કદમ મેળવીને જ તેમના પત્ની નીતા અંબાણી પણ ચાલી રહ્યા છે, તમને ખબર જ હશે કે નીતાબેન અંબાણી પણ હાલ અનેક બિઝનેસને સંભાળી રહ્યા છે. આ કારણને લીધે જ જેટલા મુકેશભાઈ અંબાણી ચર્ચિત રહે છે તેટલા જ નીતા અંબાણી પણ પ્રખ્યાત છે.

image source :bollywoodshaadis.com

એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર છવાયેલું જ રહે છે અને અનેક વખત આ પરિવારને લગતી અનેક એવી બાબતો તથા અનેક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે, એવામાં સોશિયલ મીડિયા પર નીતાબેન અંબાણીની સાડીની આ ખાસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે હાલ થોડા દિવસ પેહલા જ બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી તેમના પત્ની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના ‘વાઈટ હાઉસ’ દ્વારા આયોજિત ડિનરમાં ગયા હતા.

image source :bollywoodshaadis.com

એવામાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પતિ એવા કમલા હૈરીસ દ્વાર આયોજિત સ્ટેટ લંચની તસવીરો સામે આવી હતી જેમાં નીતાબેન અંબાણી પોતાના ટ્રેડિશનલ લુકને બતાવીને આપણી ભારતીય સંસ્કૃતિ તથા ગુજરાતી સંસ્કૃતિને વિશ્વના સ્તર પર ઉજાગર કરી હતી.સ્ટેટ લંચ પર નીતા અંબાણીએ પહેરેલી આ સાડી ગુજરાતનું ‘ડબ્બ્લ ઈક્કત પટોળું’ છે. આ પટોળાની અંદર જોવામાં આવી રહ્યું છે કે સાડીના પલ્લુની અંદર અનેક દુર્લભ ડિઝાઈનો છે, એટલું જ નહીં નીતાબેન અંબાણીએ આ પટોળાને મેચિંગ ઈયરિંગ્સ તથા ડાયમંડ નેકપીસ સાથે પોતાના લુકને શું શોભન આપ્યું હતું.

image source :bollywoodshaadis.com

હવે તમને વિચાર આવશે કે નીતા અંબાણીએ આ સાડી પેહરી છે એટલે આ સાડીની કિંમત ઓછી તો હશે નહીં, તો મિત્રો આ વાત સાચી જ છે. નીતાબેન અંબાણીએ પહેરેલી આ સાડીની કિંમત હજારો નહીં પરંતુ લાખો રૂપિયા છે. તમને જાણતા જ આંચકો લાગી જશે કે આ સાડીની કિંમત 1 લાખ 40 હજાર રૂપિયાની છે. ગુલાબી રંગનું આ ‘ડબલ ઈક્કત પટોળું’ ડિઝાઈનર નિર્મલ સાલ્વીના કલેક્શન દ્વારા પીક કરવામાં આવ્યું હતું.

Categories
Gujarat

મહાન હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલનો છે આ ગામના વતની ! આવી રીતે બન્યા હવામાનશાસ્ત્રી, આવી રીતે કરે આગાહી…જાણો તેમના વિશેની અજાણતી વાતો વિશે

ગુજરાતમાં આંબાલાલ પટેલ નું નામ સાંભળતાની સાથે જ સૌ કોઈ ખુશ થઈ જાય છે, જેની આગાહીમાં સરકાર પણ વિશ્વાસ કરે છે,એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેમને જાણીને નવાઈ લાગશે કે, એક વખત તેમના જીવનમાં એવો સમય આવ્યો હતો જ્યારે, તેઓ આગાહી કરી હતી ભૂકંપની ત્યારે તેમની ધરપકડ કરવામા આવી હતી અને સરકારને દોડતી કરી મૂકી હતી. આ આંબાલાલ પટેલ કંઈ રીતે બન્યા ગુજરાતનાં લોકપ્રિય હવામાનનાં નિષ્ણાત તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

તમનેજણાવીએ કે અંબાલાલ પટેલનું આખું નામ અંબાલાલ દામોદર પટેલ છે. આજે તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમા છે. રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે.સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. તેમનું પરિવાર એક સુખી સંપન્ન અને આર્થિક રીતે સધ્ધર પરિવાર છે.

હવામાન આગાહી બદલ તેમને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ નો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ખૂબ જ નામના મેળવી છે. 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં અંબાલાલ પટેલનો જન્મ થયો હતો અને તેમણે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે.

1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવીએ અનેપછી ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી અને જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.

તેમને જ્યોતિષ વિષયમાં ખૂબ જ રસ હતો એટલે તેમને વિચાર આવ્યો કે જો ખેડૂત ને વરસાદ ને લઈને પહેલા ખબર પડે તો તેમને લાભ. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખે છે. ખરેખર ગુજરાતમાં અંબાલાલ પટેલ સારું એવું વર્ચસ્વ જમાવ્યું છે. આજે અનેલ મીડિયા રિપોર્ટ તેમને પોતાના ન્યૂઝ ચેનલ બોલાવે છે અને વરસાદ ને લઈને મહત્વની આગાહી અને જાણકારી અપાવે છે. આ એવા વ્યક્તિ છે જેમને લોકો તેમના નામ અને હવામાન ની આગાહી તરીકે જ ઓળખે છે

Categories
Gujarat

કોને ખબર હતી કે 19 વર્ષની આ યુવતી મોટી થઇને આટલી ગ્લેમરસ અને હોટ બની જશે ? દિશા પટ્ટનીનો જૂનો વિડીયો થયો વાયરલ…જુઓ વિડીયો

દિશા પટ્ટની વિષે તો હાલ સૌ કોઈ જાણતું જ થયું છે. પોતાની સુંદરતા તથા પોતાના ગ્લેમરસ લુકને લીધે દિશા અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, જો તેના સોશિયલ મીડિયાના ફોલોવર્સ વિશે વાત કરવામાં આવે તો તેના લાખો લોકો ફોલોવર્સ છે. દિશાએ અનેક એવી હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે તેમ જ પોતાની એક્ટિંગનો જાદુ પુરી બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર ચલાવ્યો છે.

હજુ થોડા સમય પેહલા જ દિશા પટ્ટની તથા ટાયગર શ્રોફના રિલેશનની અફવાએ સોશિયલ મીડિયા પર ભારે જોર પકડ્યું હતું જે બાદ થી ટૂંક જ સમયની અંદર એવી પણ અફવાઓ ઉડી રહી હતી કે દિશા પટ્ટની તથા ટાયગર શ્રોફનું બ્રેકઅપ થઇ ચૂક્યું છે એટલું જ નહીં દિશા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી અને હજુ જોવા મળે છે. આવી તમામ બાબતોને લઈને દિશા હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ છવાયેલી છે.

એવામાં હાલ દિશા પટ્ટનીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ફક્ત 19 વર્ષની હતી ત્યારે આવી દેખાતી હતી તેવું બતાવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોના હોશ જ ઉડી ગયા હતા, એટલું જ નહીં અનેક યુઝરોએ તો આ વિડીયો જોયા બાદ દિશા પટ્ટનીએ પ્લાસ્ટિક સરઝરી કરાવી હોવાનો દાવો પણ કર્યો હતો. દિશાના ઓડિશનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

પોતાના હોટ લુક તથા સુંદરતાને લીધે પ્રખ્યાત દિશા પટ્ટનીના આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે, વિડીયો વાયરલ થતાની સાથે જ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ કમેન્ટ તથા અનેક એવી પ્રતિક્રિયાઓ પણ આપી હતી. જેમાંથી એક યુઝરે જણાવ્યું હતું ‘બોવ જ ખરાબ દેખાતી હતી સર્જરી તથા મેકઅપને ધન્યવાદ.’ જયારે બીજા અનેક યુઝરોએ આ અંગે ખુબ પોઝિટિવ કમેન્ટ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Entertainment Say (@entertainmentsay)

Categories
Entertainment

ભારતના જુગાડ એટલે ગજબ હો બાકી ! આ વ્યક્તિને થેલો લગાવાની બીજે ક્યાંય જગ્યા ન મળી તો ટ્રેનમાં જ શરૂ કરી પાણીપુરી, પછી ટિકિટ માસ્તરે…..

ભારતના લોકો જુગાડમાં સમૃદ્ધ છે. ઘણી વખત તે આવા જુગાડ બનાવે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તમે રસ્તા પર ગોલગપ્પાની ઘણી ગાડીઓ જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય ટ્રેનમાં ગોલગપ્પાની ગાડીઓ જોઈ છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી તમારી આંખો ખુલી જશે.

તમે પણ કહેશો, ‘વાહ, શું દ્રશ્ય છે.’ વાસ્તવમાં, વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનની અંદર ગોલગપ્પા વેચતો જોવા મળે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ગોલ ગપ્પા વેચી રહ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિએ ટ્રેનમાં જ ગોલગપ્પાનો સ્ટોલ લગાવ્યો છે.

આ દરમિયાન, તે વ્યક્તિની નજીક બધું દેખાય છે, જેને ગોલ ગપ્પા ખવડાવવામાં આવે છે. તેની પાસે ગોલ ગપ્પામાં મસાલેદાર પાણી, મીઠી ચટણી અને ચણા પણ છે. તેની સાથે તે પાપડી પણ આપી રહ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેઓ ખૂબ જ આનંદથી પાણીપુરી ખાતા જોવા મળે છે.

આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. તમે જોઈ શકો છો કે લોકો ડોના લઈને ગોલગપ્પાનો આનંદ લઈ રહ્યા છે અને કેટલાક લોકો લાઈનમાં પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન પણ પુર ઝડપે દોડતી જોવા મળે છે. જ્યારે વ્યક્તિ બેદરકારીપૂર્વક મુસાફરોને પાણીપુરી ખવડાવતો જોવા મળે છે. આ વિડિયો ક્યાંનો છે તે અત્યારે જાણી શકાયું નથી. જો કે ટ્રેનને જોઈને એવું લાગે છે કે તે મુંબઈની લોકલ ટ્રેન છે.

Categories
Entertainment

આ નાની એવી ક્યૂટ બાળકીએ ગીત પર એટલો જોરદાર નો ડાંસ કર્યો કે આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું ! વિડીયો જોઈ તમે પણ કહેશો ‘વાહ વાહ

ઈન્ટરનેટ પર એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ યુવતીના ડાન્સને જોયા બાદ બધા તેના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે પણ છોકરીના ડાન્સ મૂવ્સ અને તેની સ્ટાઇલ જોશો, તો તમે પણ દંગ રહી જશો કે આ છોકરી આટલી નાની ઉંમરમાં આટલો શાનદાર ડાન્સ કેવી રીતે કરી શકે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો (સોશિયલ મીડિયા વાયરલ વીડિયો)માં યુવતી હરિયાણવી ગીત ‘બાંકે ઘની સુથરી…’ પર ડાન્સ કરી રહી છે. ડાન્સ જોયા પછી તમે આ ગીતનો ઓરિજિનલ ડાન્સ પણ ભૂલી જશો, કારણ કે છોકરીએ ખૂબ જ સરસ ડાન્સ કર્યો છે. યુઝર્સ બાળકીનો ડાન્સ (ડાન્સ વાયરલ વીડિયો) જોયા બાદ વીડિયોને લાઈક અને શેર પણ કરી રહ્યાં છે.

આલમ એ છે કે આ વિડિયો એક વાર જોયા પછી બીજી વાર ચોક્કસ જોશો, તમારી નજર આના પરથી નહીં જાય.ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો (ઈન્સ્ટાગ્રામ વાયરલ વીડિયો) પર ઘણા યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું છે કે આ છોકરી ખૂબ જ ક્યૂટ ડાન્સ કરે છે.

તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે આવી જિંદગીમાં આગળ વધતા રહો. આ વીડિયોને અત્યાર સુધીમાં 84 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને તેને ઘણી વખત શેર પણ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ‘somi_sharma01’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તો તમને આ ટ્રેન્ડીંગ વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને અમને જણાવો.

 

View this post on Instagram

 

A post shared by Poonam (@somi_sharma01)